અમદાવાદ: ધંધુકામાં અંડરગારમેન્ટ્સની ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગ્રામીણ વિસ્તારમાંથી સુકવવા માટે મૂકવામાં મહિલાઓના અંડરગારમેન્ટ્સ ગુમ થઈ ગયા હતા. આ બાબતે વિવાદ એટલો વધી ગયો કે એક જ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી ગયા. 27 જૂનના રોજ ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં 30 વર્ષીય મહિલાએ તેના 31 વર્ષીય પાડોશી પર આઠ મહિનાથી તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
ધંધુકાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મહિલાને તેના અન્ડરગાર્મેન્ટ્સને સૂકવવા માટે બહાર મૂક્યા પછી તે ગુમ થતાં આશ્ચર્ય થયું હતું.” લુખ્ખા ચોરને રંગેહાથ પકડવા માટે એક મહિલાએ ચોરીછૂપીથી મોબાઈલનું સ્ટિંગ કર્યું હતું. આ પછી આખરે વાંધાજનક ફૂટેજમાંથી સત્ય બહાર આવ્યું. 26 જૂને ફૂટેજ જોતાં મહિલાએ જોયું કે તેનો પાડોશી ખુલ્લેઆમ તેના અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરી રહ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું, ‘બીજા દિવસે મહિલાએ ગુપ્ત રીતે પુરુષ પર નજર રાખી અને તેને તેના અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરતો જોયો. ત્યારપછી મહિલાએ તેનો પીછો કર્યો અને ચોરેલા અન્ડરગાર્મેન્ટ્સ મળી આવ્યા.
વિવાદ વધ્યો
મહિલાએ તેના અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરનાર પુરુષનો પીછો કર્યો. આ પછી રોષે ભરાયેલા આરોપીઓએ મહિલાની છેડતી અને મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાએ મદદ માટે બૂમો પાડી ત્યારે તેના પરિવારના સભ્યો લાકડીઓ અને લોખંડની પાઇપો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મહિલાના પરિવારજનોએ આરોપી અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીના સંબંધીઓએ પણ મહિલાના પરિવાર સામે બદલો લીધો હતો.
10 ઘાયલ, 20ની ધરપકડ
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે જણાવ્યું હતું કે, 8 થી 10 લોકો ઘાયલ થયા હતા, જેના કારણે બંને પક્ષોમાંથી કુલ 20 ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મહિલાના સંબંધીઓ સામે હંગામો મચાવવા અને નુકસાન પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી છે. આ સાથે, આરોપી અને તેના 9 સંબંધીઓ વિરુદ્ધ બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં છેડતી, નુકસાન પહોંચાડવા અને ઝઘડાની કલમો લગાવવામાં આવી છે.
ADVERTISEMENT