કોંગ્રેસમાં કોઇ કહેવા વાળું જ નથી, પ્રતાપ દુધાત બન્યા સ્વઘોષીત ઉમેદવાર કે પ્રેશર પોલિટિક્સ

Krutarth

• 01:13 PM • 06 Nov 2022

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસની હાલ ગુજરાતમાં સૌથી વધારે ડામાડોળ સ્થિતિ છે. ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારો પર કોઇ પણ પ્રકારની જાણે લગામ ન હોય તે પ્રકારે તેઓ…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસની હાલ ગુજરાતમાં સૌથી વધારે ડામાડોળ સ્થિતિ છે. ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારો પર કોઇ પણ પ્રકારની જાણે લગામ ન હોય તે પ્રકારે તેઓ નિવેદન તો કરતા જ રહે છે. જો કે હવે હદ તો ત્યારે થઇ જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્યએ પોતાનું નામ જાહેર નહી થયું હોવા છતા પણ પોતે ક્યારે ફોર્મ ભરશે તેની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો

પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ પોતાના નામની બિનઅધિકારીક રીતે જાહેરાત કરી
ગુજરાતના અમરેલી-બાબરા ખાતે કોંગ્રેસ સંમેલનમાં પ્રતાપ દુધાતે પોતે જ સ્વઘોષીત ઉમેરવાર થયા હતા. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે હજી યાદીમાં નામ નથી આવ્યું ત્યાં જ પોતે કઇ તારીખે ફોર્મ ભરશે તેની જાહેરાત કરી હતી. ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ નિવેદન આપ્યું કે, હું 11 નવેમ્બરે મારુ ઉમેદવારી પત્ર ભરીશ તેમાં તમારે બધાએ હાજર રહેવાનું છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે કોંગ્રેસની યાદી જાહેર કરી
કોંગ્રેસ હાઈ કમાંન્ડ કોંગ્રેસનું લીસ્ટ જાહેર કરે તે પહેલા દુધાતે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી હતી. પ્રદેશ પ્રમુખ અહી બેઠા છે, હજુ યાદીમાં મારૂ નામ નથી આવ્યું છતા તમને બધાને આમંત્રણ આપુ છું. આગામી 11.11.22 ના રોજ હુ ઉમેદવારી ફોર્મ ભરવા જવાનો છું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં આમંત્રણ અપાયું હતું. પ્રતાપ દુધાતે જાતે જ પોતાના નામની જાહેરાત કરી દીધી હતી. જે કોંગ્રેસ પાર્ટીમાં કેટલી હદ સુધીનો અસંતોષ અને અસંગઠીત છે તે જોવું રહ્યું.

    follow whatsapp