સરકારની જેટલી શાખાઓ છે તેટલા વિરોધ, હવે રિફાઇનરી શાખાનો પણ વિરોધ શરૂ

દિગ્વીજય પાઠક/ વડોદરા : ચાર ચાર પેઢી સુધી ગુજરાત રિફાઇનરીના લેન્ડ લુઝરોને જમીન સંપાદનનું વળતર નહીં ચુકવતા ધરતીપુત્રોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. 60 વર્ષ પહેલાં…

gujarattak
follow google news

દિગ્વીજય પાઠક/ વડોદરા : ચાર ચાર પેઢી સુધી ગુજરાત રિફાઇનરીના લેન્ડ લુઝરોને જમીન સંપાદનનું વળતર નહીં ચુકવતા ધરતીપુત્રોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. 60 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રિફાઇનરીના આવિષ્કાર કરવા માટે વિશાળ જમીનની જરૂર પડી હતી. ગુજરાત સરકાર દ્વારા જે તે વખતે કોયલી ગામ સહિતના આજુબાજુના ગામોના ખેડૂતો પાસે જમીન સંપાદન કરવાનો ઠરાવ કરાવી જમીન લેવામાં આવી હતી.

જો કે ઠરાવ મુજબનું વળતર તેમજ નોકરી ન આપી ગુજરાત રિફાઇનરી દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ચાર પેઢી સુધી ગુજરાત રિફાઇનરી દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચુકવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધરતી પુત્રોએ ગુજરાત રિફાઇનરીના વિરોધમાં કોયલી ગામ સ્થિત આવેલ ગુજરાત રિફાઇનરી બહાર આંદોલન શરૂ કર્યું છે.

હાલ ધરતીપુત્રો ગાંધી ચીંધ્યા માર્ગે છેલ્લા સાત દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં ગુજરાત રિફાઇનરીના સત્તાધીશો દ્વારા લેન્ડલુઝારો સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવામાં આવી નથી. આગામી દિવસોમાં લેન્ડલુઝારો દ્વારા આંદોલન ઉગ્ર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

    follow whatsapp