અમદાવાદ: એક તરફ રાજ્યમાં લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે. ત્યારે આવામાં ગુજરાતમાં લગ્ન પ્રસંગમાં એવા એવા કાંડ કરવામાં આવી રહ્યા છે કે હવે પોલીસને લગ્નમાં પણ સતર્ક રહેવું પડે છે. રાજકોટના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ અને દારૂ ડાન્સની ઘટના સામે આવી હતી. ત્યારે હવે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જુગાર રમવાની ઘટના સામે આવી છે. જેમાં 89થી વધુ નબીરાઓ ઝડપાયા છે. એલિસબ્રિજ પોલીસને બાતમી મળતા પોલીસની ટીમ લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકી હતી.આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે સ્થળ પરથી 89 કરતા વધારે જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા.
ADVERTISEMENT
એલિસબ્રિજ પોલીસે પ્રિતમનગરમાં આવેલા નીલકમલ ફ્લેટમાં 89થી વધુ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન સોમવારની રાતે પોલીસને બાતમી મળતા તેમણે ત્યાં દરોડા પાડ્યા હતા.જ્યાં લગ્ન વચ્ચે જઅને જુગારધામ શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ
પ્રિતમનગરમાં આવેલા નીલકમલ ફ્લેટમાં દરોડા દરિમિયાન પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થળ પર તમામ લોકો ટોકન સિસ્ટમથી મોટો જુગાર રમી રહ્યા હતા.જેમાં એક સાથે 89 કરતા વધારે લોકો જુગાર રમી રહ્યા હતા.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતી સહાયમાં વધારો કરવા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાને , મુખ્યમંત્રીને લખ્યો પત્ર
150 થી વધુ મોબાઈલ ઝડપાયા
લગ્નને જુગાર ખાનું બનાવનાર જુગારીઓ પાસેથી 35થી વધુ વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા હતા. 20 જેટલી કારનો સમાવેશ થયો છે. આ સાથે 150થી વધુ મોબાઈલ પણ કબજે કરી લીધા છે. હાલ તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT