સુરેન્દ્રનગર : જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં રહેતા અને પોતાની જ સાળી સાથે મૈત્રી કરાર કરીને રહેનાર યુવકે પોતાની માતા સાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ આ ઘટનાના 24 જ કલાકમાં મૃતક યુવાનના પિતરાઇએ પણ ટ્રેન નીચે જંપલાવીને આપઘાત કરી લેતા મામલો વિચિત્ર બન્યો હતો. જેના પગલે હાલ તો પરિવાર શોકસંતપ્ત બન્યો છે. જો કે પ્રાથમિક રીતે સાળી સાથે મૈત્રી કરાર કરનાર યુવકને યુવતીના પરિવાર તરફથી ત્રાસ અપાયો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
હાલ તો પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ આદર્યો
પોલીસે હાલ તો આ મામલે કેસ દાખલ કરીને આત્મહત્યાનું કારણ જાણવા માટેના પ્રયાસો આદર્યા છે. જો કે બીજી તરફ પિતરાઇએ કેમ આત્મહત્યા કરી તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. સમગ્ર કેસ પરથી પરદો ઉચકાય તેવા પ્રયાસો કરી રહી છે.
પત્ની ભાગી જતા સાળી સાથે મૈત્રી કરાર કરીને રહેતો હતો યુવક
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં રહેતા લક્ષ્મણ પરમાર નામના યુવકે પોતાની જ સાળી પાયલ સાથે મૈત્રીકરાર કર્યા હતા અને બંન્ને સાથે રહેતા હતા. લક્ષ્મણભાઇના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા હતા. જો કે પાયલ સાથે તેઓ રહેતા હતા તે પાયલના પરિવારને પસંદ નહોતું. જેથી તેઓ અવારનવાર લક્ષ્મણના ઘરે આવીને ઝગડો કરતા હતા. જેથી કંટાળેલા લક્ષ્મણે પોતાના માતા પ્રેમબેન સાથે ઘરે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મૈત્રી કરાર કરનાર લક્ષ્મણભાઇના પિતરાઇ કાનજીભાઇ પરમારે અગમ્ય કારણોથી ટ્રેન નીચે જંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT