બે બાળકોની માતાએ પોતાના મુસ્લિમ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરૂષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરૂ રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપતી પાડતા…

gujarattak
follow google news

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરૂષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરૂ રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપતી પાડતા પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરૂ ઘડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાર બાદ કુવામાં ફેંકી દીધો હતો. મૃતકની પત્નીએ પતિ ગુમ થયાની જાણવાજોગ પણ પોલીસમાં કરી હતી. જો કે પોલીસે તપાસ કરતા પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પુછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

અમરેલીમાં રહેછે યુવાનનો પરિવાર
અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેઓ પોતે ખેતીકામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દિકરી છે. સૌથી મોટો દીકરો ઉદય તેનાથી નાનો મહેશ અને નાની દીકરી દીપુ છે. મોટો દીકરો પરિવાર સાથે સુરત રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. જ્યારે નાના દીકરા મહેશના 8 વર્ષ પહેલા મિરલ ઉર્ફે મીરા સાથે લગ્ન થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તે પોતાના સસરા સાથે કામ અર્થે રહેતો હતો. રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.

પત્ની સાથે રાજસ્થાન ફરવા ગયો પરંતુ પત્ની પ્રેમી સાથે જતી રહી
જો કે દસ દિવસ પહેલા દીકરો રાજસ્થાન પોતાની પત્ની સાથે ફરવા ગયો હતો. તે વખતે દીકરા મહેશે ફોન કરીનેજાણ કરી હતી કે, પત્ની મીરલ રાજસ્થાનમાં બે દીકરાઓને મુકીને અનસ ઉર્ફે લાલો મનસુરી સાથે બહાર ફરવા જતી રહી છે. મીરાના અનસ સાથે અનૈતિક સંબંધો હતા. ત્યાર બાદ 2 જાન્યુઆરી 2023 ના રોજ મહેશ ઉર્ફે મયુર અને તેનો પરિવાર સાથે અમદાવાદ ખાતે આવીને બજા દિવસે સવારના સમયે તેઓએ ફોન કરીને પિતાને જણાવ્યું કે, તેની પત્નીના અનસ સાથે અનૈતિક સંબંધો છે. આ અંગે મિરલને પુછતા મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે લાલાએ તેને રાજસ્થાનમાં ધમકાવ્યો હતો. આ અંગે બીજા કોઇ સંબંધીને જાણ કરીશ તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.

મયુરના પરિવારે વારંવાર પુત્રવધઉને સમજાવવાના પ્રયાસો કર્યા
જેથી મયુરના પિતાએ પુત્રવધુને સમજાવી હતી અને લગ્નેતર સંબંધો નહી રાખવા માટે અપીલ કરી હતી. જો કે 5 જાન્યુઆરીએ તેણે જાણ કરી કે, પોતે તથા બાળકો ગામડે આવે છે પરંતુ મીરા ઘરે આવવા નથી માની રહી. તે કોઇના કહ્યામાં નથી. તેમ કહીને ફોન મુકી દીધો હતો. ત્યાર બાદ તેનો ફોન લાગી જ નહોતો રહ્યો. વહુ મિરલનો સંપર્ક કરતા તેની બહેનપણીએ ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે, મહેશ ઘરે નથી અને તેને અનસે બોલાવ્યો છે તેમ જણાવ્યું હતું. પિતાએ વારંવાર ફોન કર્યા પરંતુ દીકરાએ ફોન ઉપડાતા શંકા ગઇ હતી. આખરે તેમણે પોતાના સંબંધીઓને તપાસ કરવાનું કહેતા તેના ઘરે તપાસ કરતા તેઓએ લાલો ક્યાંક જતો રહ્યો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. જેથી આખરે પિતાએ અમરેલીથી અમદાવાદ આવીને સમગ્ર મામલે તપાસ આદરી છે. આખરે શંકા જતા આખરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાી હતી.

અચાનક ગામડે આવવાનું કહીને પુત્ર ગુમ થઇ ગયો
પોલીસે તપાસ કરતા પોલીસે દીકરા મહેશની વહુ મિરલ અને તેની બહેનપણી ખુશીની પુછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું. મનસુરીને બોલાવી પુછપરછમાં સામે આવ્યું કે, ત્રણેયે મળીને મયુરની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. તેઓ લાલાને કઠવાડાના એક ખેતરમાં લઇ ગઇ હતી. ધારદાર ચપ્પુથી ગળાના ભાગે ઘા મારીને કઠવાડા ખાતે રોહિત વાસ સામેના ખેતરમાં તેને મારીને ફેંકી દેવામાં આવી હતી. હાલ તો પોલીસે આ અંગે તપાસ આદરી છે. ત્રણેયની ધરપકડ હત્યાના ગુના સબબ કરી છે.

    follow whatsapp