સુરત: રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન સુરતમાં મહિલાને ઓનલાઈન વસ્તુ મંગવવી ભારે પડી છે. સુરતના ઉમરા વિસ્તારમાં પાર્સલ આપ્યા બાદ ડિલિવરી મેન પર મહિલાની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ડિલિવરી મેનની અટકાયત પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ચિત્રકાર મહિલાએ ફ્લિપકાર્ટ પરથી 28 મેના રોજ કેટલીક સામગ્રી ઓર્ડર કરી હતી. જ્યારે તેઓ શોપિંગ કરવા ગયા ત્યારે તેમને કંપનીમાંથી પાર્સલની ડિલિવરીના સંદર્ભમાં ફોન આવ્યો હતો. તેમણે ફરીથી ફોન કર્યો હતો અને ડિલિવરી મેનને તેઓ ઓર્ડર કેન્સલ કરવા માગતા હોવાનું કહ્યું હતું. લગભગ 5.45 વાગ્યાની આસપાસ સુફિયાન પટેલ નામનો ડિલિવરી મેન તેમના ઘરે આવ્યો હતો અને ઓર્ડર કેન્સલ કરતાં પહેલા પાર્સલ સ્વીકારવું પડશે તેમ કહ્યું હતું. મહિલાએ સંમત થઈને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. જ્યારે મહિલાએ ડિલિવરી મેનને પેમેન્ટ માટે સ્ક્રીનશોટ બતાવ્યો તો ત્યારે તેણે કથિત રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું.
સોસાયટીના લોકોએ ચખાડ્યો મેથી પાક
મહિલાને આંચકો લાગ્યો હતો અને મદદ માટે બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે સૂફિયાન સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સોસાયટીના વોચમેન જગતસિંહે તેને પકડી લીધો હતો. ગણતરીની સેકન્ડમાં સોસાયટીના બધા સભ્યો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેને બરાબરનો માર્યો હતો.
નોંધાઈ પોલીસ ફરિયાદ
સોસાયટીના લોકોએ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. છેડતી મામલે પોલીસે ડિલિવરી મેનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂફિયાન પટેલ ફ્લિપકાર્ટના લોજિસ્ટિક સબસિડરી ઈકાર્ટ સાથે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છે. તેની સામે શારીરિક શોષણ અને રંગભેદ ટિપ્પણી કરવા બદલનો ગુનો મહિલાએ દાખલ કર્યો છે.
ADVERTISEMENT