મહિલા બુટલેગર એસ ટી બસમાં કરી રહી હતી દારૂની હેરફેર, પોલીસે રંગે હાથ ઝડપી પાડી

વીરેન જોશી, મહીસાગર: રાજ્યમાં એક તરફ દારૂ બાંધી છે. ત્યારે બીજી તરફ દારૂને લઈ તંત્ર પર અનેક સવાલો ઉઠયા છે. ત્યારે પોલીસ તંત્ર એક્શનમોડ પર…

gujarattak
follow google news

વીરેન જોશી, મહીસાગર: રાજ્યમાં એક તરફ દારૂ બાંધી છે. ત્યારે બીજી તરફ દારૂને લઈ તંત્ર પર અનેક સવાલો ઉઠયા છે. ત્યારે પોલીસ તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. પોલીસ તંત્રએ બાતમીના આધારે ઝાલોદ થી મોરબી જતી એસ.ટી.બસમાં એક મહિલાને ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડી છે. ત્યારે ગુન્હો દાખલ કરી સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહીસાગર પોલીસ  દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન સંતરામપુર પી આઈને બાતમી મળી હતી કે ઝાલોદ થી મોરબી જતી એસ.ટી.બસમાં એક મહિલા ઈંગ્લીશ દારૂ લઈ બસેલ છે. જે દારૂ લઈ અમદાવાદ જનાર છે. તેવી બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ડીંડોર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સ્ટાફ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે સંતરામપુર બસ સ્ટેશનમાં નાકાબંધી કરી તપાસ દરમિયાન એક મહિલાને દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવી હતી.

મહિલાએ કરી કબૂલાત

સંતરામપુર પોલીસ બસ સ્ટેશનમાં નાકાબંધી કરી ઉભી હતી. તે દરમિયાન બાતમી મુજબની એસ.ટી.બસ આવતા બસમાં પોલીસ તથા વુમન પોલીસને સાથે લઈ ચેકીંગ કરતા એસ.ટી.બસમાં એક મહિલા મુસાફર બેસી હતી. તેની સીટ પાસેથી એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ક્વાટૅરિયા ભરેલ થેલો મળી આવ્યો. જેથી પોલીસ દ્વારા આ દારૂ વિશે પૂછતાં સીટ પર બેઠેલ મહિલા કબુ મિથુન ફતેહસિંહ હઠીલા જેઓએ પોતાની માલિકીની હોવાનું જણાવ્યું.

ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી

પોલીસ દ્વારા તાપસ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના 180 એમ.એલ ના ક્વાટૅરિયા 234 નંગ જેની કિંમત 25740 ના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી પાડી હતી. વિદેશી દારૂ સાથે પકડાયેલ મહિલા વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરી સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    follow whatsapp