સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.77 મીટરે પહોંચી

અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ગુજરાતમાં મેઘમહેર રહી છે. ગુજરાતમાં જગતાતની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત…

Narmda dam

Narmda dam

follow google news

અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ગુજરાતમાં મેઘમહેર રહી છે. ગુજરાતમાં જગતાતની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. મધ્ય પ્રદેશ માં ભોપાલ, નર્મદાપુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે. ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી. આવક વધતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.77 મીટરે પહોંચી.

જાવક 4,95,000 ક્યુસેક રહેશે
નર્મદા ઘાટીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી મોસમ છે અને ઓમકારેશ્વર ડેમમાં થી છોડાતા પાણી થી સરદાર સરોવર જળાશય ભરાઈ રહ્યું છે. તેને અનુલક્ષીને આજે સાંજના ૫ વાગે સરદાર સરોવર બંધ ખાતે ૨૩ રેડિયલ ગેટ્સ ૨.૯૦ મીટરની નવી ઊંચાઈ સુધી ખોલવા પડશે. હાલમાં આ ગેટ્સ ૨.૨૫ મીટર ખુલ્લા છે અને તેમાં થઈને ૩.૫૦ લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. વધુ ઊંચાઈ સુધી ગેટ ખોલ્યા પછી તેમાં થઈને નદીમાં પ્રવાહિત થતાં પાણીનું પ્રમાણ વધીને ૪.૫૦ લાખ ક્યુસેક થશે. નદીમાં કુલ જાવક ( દરવાજા + પાવરહાઉસ) 4,95,000 ક્યુસેક રહેશે.

લોકોને સાવચેત કરાયા
વધુ વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાં જળ વિદ્યુત મથકમાંથી નદીમાં ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ,સાંજના ૫ વાગે નદીમાં ઠલવાતા પાણીનું પ્રમાણ વધીને ૪.૯૫ લાખ ક્યુસેક થયું છે. તેના પરિણામે હાલમાં બે કાંઠે વહેતી નર્મદા વધુ છલકાશે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના કરજણ, ડભોઇ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોમાં અત્યધિક સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા, કાંઠે જવા, કાંઠે ઢોર લઈ જવા જેવી પ્રવૃત્તિઓ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

    follow whatsapp