લ્યો બોલો… નેતાજીએ બાંકડા અગાશીએ ચડાવી દીધા? વીડિયો વાયરલ થતાં અક્કલ આવી ઠેકાણે

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાના ઇલેક્શન જીતી પ્રવેશી હતી.સુરત મહાનગરપાલિકા ના કેટલાક કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ભગવો ધારણ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાના ઇલેક્શન જીતી પ્રવેશી હતી.સુરત મહાનગરપાલિકા ના કેટલાક કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. આવા જ એક આમાંથી ભાજપમાં જોડાયેલ ઘનશ્યામ મકવાણાના ઘરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કોર્પોરેટર ગ્રાન્ટ માંથી જનતા માટે મળતા બાંકડાઓ નેતાજીના ધાબા પર જોવા મળ્યા છે. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ ભાજપના નેતા ઘનશ્યામ મકવાણાએ ધાબા ઉપરથી બાંકડાઓ દૂર કરી દીધા છે.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાના ઘરની અગાશી પર જનતાને ફાળવવાના બાંકડા જોવા મળ્યા હતા. કાપોદ્રા વિસ્તારની કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ મકવાણા એમના ઘરના ધાવા ઉપર કોર્પોરેટર ગ્રાન્ટ માંથી ખરીદાતા બાંકડાઓ મૂક્યા હતા.જેને કોઈએ વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.વીડિયોમાં ધાબા ઉપર ત્રણ જેટલા બાંકડાઓ નજરે પડી રહ્યા છે.આ વિડીયો વાયરલ થયા બાદ ઘનશ્યામ મકવાણા એમના ધાબા ઉપરથી બાંકડાઓ બીજે ક્યાંય ખસેડી દીધા છે.

બાંકડાને લઈ નેતા શું બોલ્યા હતા ?
આ એ જ આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર છે કે તેઓ જયારે આપ મા હતા ત્યારે તેઓ કહેતા હતા કે કોર્પોરેટર ગ્રાન્ટમાંથી બાંકડાઓ નહીં આપવા જોઈએ અને એ બાંકડાઓમાં પૈસાનો દુરુપયોગ થાય છે.હવે આપ છોડ્યા પછી ભાજપમાં આવ્યા બાદ ઘનશ્યામ મકવાણાએ કોર્પોરેટર ગ્રાન્ટ માંથી મળતા બાંકડાઓ પોતાના ધાબા પર મુક્યા હતા અને વિવાદ થયા બાદ એમને ધાબા ઉપરથી બાંકડાઓ ખસેડી દીધા છે.

    follow whatsapp