ગુજરાત હાઇકમાન્ડના ટોપ 5 નેતાઓ ચૂંટણી જ નહી લડે, હાઇકમાન્ડે આપ્યા કડક આદેશ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ અંગે પહેલાથી જ GUJARAT TAK દ્વારા જણાવાયું હતું કે, હવે તેઓ યુવાઓને આગળ લાવવા માંગે છે. જેના કારણે પીઢ થઇ ચુકેલા…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ અંગે પહેલાથી જ GUJARAT TAK દ્વારા જણાવાયું હતું કે, હવે તેઓ યુવાઓને આગળ લાવવા માંગે છે. જેના કારણે પીઢ થઇ ચુકેલા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે તેવી શક્યતા છે. આ બાબત હવે સાચી ઠરી છે. ગુજરાતમાં કોંગ્રેસ હાઇકમાન્ડનાં કુલ પાંચ નેતાઓ આ વખતે વિધાનસભા ચૂંટણી નહી લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

શિર્ષ નેતૃત્વ પર અનેક સવાલો ઉઠી ચુક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક યુવાઓ નેતાઓ ઉચ્ચપદસ્થ નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજીનામું આપી ચુક્યાં છે. હાર્દિક પટેલે પણ આક્ષેપો કર્યા હતા કે, ઉચ્ચ પદસ્થ નેતાઓ ન તો સાઇડ આપે છે કે ન તો સાઇડ કાપે છે. છકડાની જેમ તેઓ નડતા જ રહે છે. જેના કારણે યુવાઓ અને અનેક પ્રતિભાઓ કોંગ્રેસમાં દબાઇને જ રહે છે.

રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પડેલા રાજીનામાના ગંભીર પડઘા
આ ઉપરાંત હાલમાં જ રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા પાંખના નેતાઓના રાજીનામાથી ચકચાર મચી ગઇ હતી. જેથી ગુજરાત કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત હવે હાઇકમાન્ડનાં તમામ ટોપ નેતાઓને કાપી નાખવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પાંચ નેતાઓ ચૂંટણી નહી લડે
આ અનુસંધાને હાલ કોંગ્રેસનાં પાંચ દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહી લડે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત હજી પણ અનેક નેતાઓનાં નામ આ યાદીમાં આવી શકે છે તેમ સુત્રો જણાવી રહ્યા છે. જો કે તેના કારણે પેદા થયેલો અસંતોષ કઇ રીતે ખાળી શકાશે તે હાલ કોંગ્રેસ માટે પણ પડકાર છે.

    follow whatsapp