અમદાવાદ: રાજ્યમાં પોલીસે નશાખોરો અને નશાનો કાળો કારોબાર કરનાર સામે લાલ આંખ કરી છે. આ દરમિયાન ગાંજાની તસ્કરી કરવા અજીબ તરકિબનો ઉપયોગ કરનારને SOG એ બાતમીના આધારે ઝડપી પાડયા છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે થી ઝડપી પાડ્યો છે. આરોપીએ કારના બોનેટમાં સેલોટેપથી ગાંજો છુપાવ્યો હતો.
ADVERTISEMENT
SOG ની ટીમને બાતમી મળી હતી કે, દાહોદના દેવગઢ બારીયાથી માદક પ્રદાર્થનો જથ્થો લઇને નીકળ્યો છે અને વડોદરા એક્સપ્રેસ-વેથી અમદાવાદ આવી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ અમદાવાદ ટોલ ટેક્ષ નજીક વોચમાં હતા ત્યારે એક સેન્ટ્રો કાર વડોદરાથી આવી હતી. ડ્રાઇવરે પોતાનું નામ શંકરલાલ કહાર જણાવ્યું હતું. પોલીસે તેમની તલાશી લીધી હતી પરંતું તેમાંથી શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નહીં. બાદમાં પોલીસે કારની તલાશી લીધી હતી.
તસ્કરી કરવા અપનાવી અજીબ તરકીબ
SOG ટીમને કાર માંથી પણ કોઇ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવી નહીં. બાતમીદારની બાતમી પાક્કી હોવાના કારણે પોલીસ કર્મચારીઓએ કારનું બોનેટ ખોલી અને તલાશી લીધી. જેમાં પોલીસ પણ વિચારતી થઈ તેવી જગ્યાએ ગાંજો છૂપાવેલો હતો. કારની બેટરી પાસે સેલોટેપ લગાવી અને 3 કિલોથી વધુ ગાંજો છુપાવ્યો હતો.
3 કિલોથી વધુ ઝડપાયો ગાંજો
SOG એ તરત જ SFL ની ટીમને ઘટનાની જાણ કરતાં તે ઘટના સ્થળે પહોચી ગયા હતા. SFL ની ટીમે ગાંજાનું પરિક્ષણ રિપોર્ટ આપતા અંતે શંકરલાલની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. શંકરલાલ દાહોદના અરવિંદ બારીયા પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. SOG શંકરલાલ પાસેથી 3.200 કિલો ગાંજો જપ્ત કરીને ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધી છે.
ADVERTISEMENT