Weather Update: ઉનાળાની શરૂઆત પહેલા રાજ્યભરમાં માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. એવામાં હવામાન વિભાગની રાહતભરી આગાહી સામે આવી છે. જેમાં આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે. તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે. તથા 5 માર્ચથી રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થશે. આ મહિનામાં ગરમી સતત વધતી જોવા મળશે.
ADVERTISEMENT
માવઠાના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાયો
રાજ્યમાં કમોસમી વરસાદથી રાહત મળશે. હાલમાં માવઠાના લીધે અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. અમદાવાદમાં તાપમાન 14.8 ડિગ્રી નોંધાયુ છે. તથા ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન છે. ભુજમાં 13.1 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજકોટમાં 13.2 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન છે.
માર્ચથી મે મહિના સુધીમાં આકરી ગરમી
આ વર્ષે અલ નિનોની સ્થિતિના કારણે દેશમાં માર્ચથી મે મહિના સુધીમાં આકરી ગરમી, હીટવેવ અને લૂની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, મધ્ય અને પ્રાયદ્વિપના કેટલાક વિસ્તારો સિવાય મોટાભાગના રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. દેશના કેટલાક ભાગો વિશેષરૂપે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હીટવેવવાળા દિવસોની સંખ્યા વધી જશે.
ADVERTISEMENT