ગાંધીનગર: દુનિયભરના દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. એક બાદ એક દેશોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ તેવી સંભાવના છે. ત્યારે આજે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઈ મોકડ્રીલ યોજાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન વેક્સિનેશન ડોઝને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર પાસેથી 12 લાખ વેક્સિનેશન ડોઝ ગુજરાત સરકારે મંગાવ્યા છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર કોરોનાને લઈ દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા માટેની તૈયારી કરી છે. તૈયારીઓમાં કોઈ ક્ષતિ નથી તે માટેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દરેક જગ્યાએ કોવિડ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. 1 લાખ 5 હજાર બેડ તાત્કાલિક ઊભા થઈ શકે તેવી વ્યવસ્થા હાથ ધરી છે. 15થી 16 હજાર વેન્ટિલેટર માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મહત્વનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના 12 લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે. ગુજરાતમાં કોરોના વિરોધી રસીના ખૂબ ઓછા ડોઝ બગડ્યા છે, એક્સપાઇરી ડેટ નજીક આવતા અન્ય જગ્યાએ મોકલી દેવાતી હતી.
રાજ્યમાં યોજાઇ મોકડ્રિલ
રાજ્યમાં વિવિધ જગ્યાએ આજે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઈ મોકડ્રીલ યોજાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાને લઈ મોક ડ્રિલ યોજાઇ હતી.
ADVERTISEMENT