રાજય સરકારે વર્ગ 3 ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં કર્યા મોટા ફેરફાર, વેઇટિંગ લિસ્ટ નહીં બને

ગાંધીનગર: રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સરકારે મહત્વના ફેરફાર કર્યા છે, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર…

રાજય સરકારે વર્ગ 3 ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં કર્યા મોટા ફેરફાર, વેઇટિંગ લિસ્ટ નહીં બને

રાજય સરકારે વર્ગ 3 ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં કર્યા મોટા ફેરફાર, વેઇટિંગ લિસ્ટ નહીં બને

follow google news

ગાંધીનગર: રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સરકારે મહત્વના ફેરફાર કર્યા છે, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. રાજય સરકારે વર્ગ 3 ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ સાથે જ વર્ગ 3 ની ભરતી માટે દ્વિ સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે.

રાજ્યમાં હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય.મુખ્ય પરીક્ષાના આધારે જ મેરીટ બનશે. જ્યારે કોઈ વેઇટિંગ લિસ્ટ નહીં બને. મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.

ગુજરાતી કે ઈંગ્લીશમાં પરીક્ષા આપી શકાશે
મહત્વનું છે કે, કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સાથે જ ગુજરાતી કે ઇંગ્લિશ ભાષામાં ઉમેદવાર પરીક્ષા આપી શકશે. દર વર્ષે વિભાગો એ પોતાની ખાલી જગ્યાઓ અંગે સેક્રેટરી ને જાણ કરવાની રહેશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન થશે.

(વિથ ઈનપુટ: બ્રિજેશ દોશી, અમદાવાદ )

    follow whatsapp