ગુજરાતમાં હવે ગીતોના કોપિરાઇટના કિસ્સા સામાન્ય બનતા જઇ રહ્યા છે. કિંજલ દવેની ચાર બંગડીવાળી ગાડીનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં વધારે એક ગીતના કોપીરાઇટનો મામલો કોર્ટે ચડ્યો છે. માહિતી અનુસાર મોગલ છેડતા કાળો ગાત ગીતનો વિવાદ આવ્યો છે. મોગલ છેડતા કાળો નાગ ગીતના અનઅધિકૃત ઉપયોગ અંગે રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક રસિક ખખ્ખર વિરુદ્ધ કોર્ટનો હુકમ આવ્યો છે.
ADVERTISEMENT
મોગલ છેડતા કાળો નાગ સ્વ આપાભાઇ ગઢવીએ લખેલું છે
મોગલ છેડતા કાળો નાગ ગીત સ્વ.આપાભાઇ ગઢવી દ્વારા રચાયું હતું. આપાભાઇ ગઢવીના વંશજોએ ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે કેસ દાખલ કર્યો હતો. કોમર્સ કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારાયો હતો. જો કે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે કોઇ પણ પ્રકારની રાહતનો ઇન્કાર કરી દીધો છે. આ મામલે યુટ્યુબમાં ગીત પર રોક લગાવવાની અરજદારે માંગણી કરી હતી. કોર્ટે આ અંગે આદેશ આપ્યો અને તાત્કાલિક અસરથી ગીત યુટ્યુબ પરથી હટાવવામાં આવે તેવો આદેશ આપ્યો છે. ગીતના કોપીરાઇટના કાયદેસરના વારસદાર તરીકે લેખકના દીકરા નરહર ગઢવીને ઠેરવ્યા છે.
મોગલ છેડતા કાળો નાગ સૌરાષ્ટ્ર-કચ્છનું ખુબ જ પ્રખ્યાત ગીત
જેથી સૌરાષ્ટ્રમાં લોકપ્રિય ગીતનો વિવાદ હવે શાંત થયો છે. આ ગીતના તમામ હક્ક અને કોપીરાઇટ લેખકના દીકરા નરહર ગઢવી પાસે રહેશે. તેઓ ઇચ્છે તેને આ ગીતના હક્કો વેચી શકે છે. સૌરાષ્ટ્રના લગભગ દરેક ગામમાં ગવાતું આ ખુબ જ લોકપ્રિય ગીત છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મોગલ માતાને પુજતા લાખો લોકો માટે આ ગીત સ્તોત્ર સમાન છે. કિર્તીદાનના કંઠે ગવાયેલું આ ગીત દરેક ચોરેને ચૌટે સાંભળવા મળે છે. ત્યાર બાદ અનેક અન્ય કલાકારો દ્વારા આ ગીતને સ્વર આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT