સાજિદ બેલીમ , સુરેન્દ્રનગર: રાજ્યમાં લૂટના બનાવો સતત બની રહ્યા છે. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠયા છે. ત્યારે રાજ્યમાં વધુ એક લૂંટનો બનાવ બનતા ચકચાર મચ્યો છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટનો બનાવ બનતા તંત્ર દોડતું થયું છે. સાયલા પાસે કિંમતી મુદામાલ ભરેલ વાહનની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાશી છૂટયા. લૂટની ઘટનાને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે. આ દરમિયાન હવે લૂંટની ઘટના સામે આવી છે. સાયલા પાસે કિંમતી મુદામાલ ભરેલ વાહનની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાશી છૂટયા હતા. ત્યારે ખાલી વાહન હાઈવે પર થી થોડે દૂર એક હોટલ પાસે થી મળી આવ્યું. લૂંટના બનાવને પગલે dsp, dysp,lcb, sog સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
આંખે પાટા બાંધી ચલાવી લૂંટ
લૂંટની ઘટનાને લઈને નાસી છુટેલા શખ્શોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા. આંગડીયા પેઢીના માણસોને આખ પર પટ્ટી બાંધી અંદાજે 1400 કિલો ચાંદીની લુટ ચલાવી છે. હાલ પોલીસને ટ્રક અને ડ્રાઇવર મળી આવ્યા પરંતુ ટ્રકમાંથી મુદ્દામાલ સાથે લુટારૂઓ ફરાર થયા છે.
આ પણ વાંચોઃ 8 મહિનાના બાળકને માર મારી બ્રેઈન હેમરેજ કરનાર આયાને સુરતની કોર્ટે ફટકારી સજા, જાણો શું હતો કેસ ?
8 કરોડની કિંમતના ચાંદીની લૂંટ
રાજકોટથી આંગડિયા પેઢી મારફતે જતુ હતુ 1400 કિલો ચાંદી જેની કિંમત અંદાજે 8 કરોડ થાય છે તેની તસ્કરોને ગંધ આવી જતા લૂંટ મચાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટથી અમદાવાદ ઍયરપોર્ટ પર આ ટ્રક જઈ રહ્યો હતો તેને અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વચ્ચેથી આંતરીને તસ્કરોએ કર્મચારીઓને આંખે પાટા બાંધીને લૂંટ ચલાવી હતી. હાલ તો આ ઘટનામાં તસ્કરો ફરાર છે. ડ્રાઈવર અને કંડક્ટરની પોલીસ પૂછપરછ કરી રહી છે. આખો ટ્રક આંગડિયા પેઢીનો જ હોવાથી મોટી માત્રામાં લૂંટ ચલાવી હોવાનું પણ અનુમાન છે. ત્યારે આંગડિયા પેઢીને કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT