માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાંથી વહ્યું, આકાશી આફતથી ખેડૂતોના પાક અને મહેનત પર પાણી ફર્યું

અમદાવાદ: રાજ્ય ભરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જાણો ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માર્ચનું માવઠું જાણે ખેડૂતોની આંખમાંથી વહી રહ્યું છે.…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્ય ભરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જાણો ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માર્ચનું માવઠું જાણે ખેડૂતોની આંખમાંથી વહી રહ્યું છે. ખેડૂતો માટે વરસાદ કહેર બનીને આવ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ છે. ખેડૂતોના પાક અને મહેનત પર આકાશી આફત ટુટી પડી છે અને પાણી ફરી વળ્યું છે.

કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ
ધોરાજી અને સુરેન્દ્રનગરમાં ઘંઉ, એરંડા અને જીરૂ સહિતના પાકને વ્યાપક પેન નુકશાન થયું છે. ત્યારે બીજી તરફ અમરેલી અને નવસારીમાં બાગાયતી પાક એવા કેરી અને ચીકુના પાકને માવઠાને કારણે માઠી અસર પહોંચી છે. તો આ તરફ સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદે તારાજી વેરી છે.જેથી ખેડૂતો હવે નુકશાન વળતર માટે સરકાર પાસે આશા રાખી રહ્યા છે.ગુજરાતમાં વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાકને ભારે નુકશાન પહોંચ્યું છે.
આ પણ વાંચો:  BREAKING: બિહારના CMને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાયો

વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp