Modasa News: સાબરકાંઠા એસપી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં તેને આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં તેમને ઉલેખ્ખ કર્યો કે, મને ખોટી અરજી કરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પોલીસકર્મીએ હિંમતનગરના એ.ટી.પટેલ અને રમેશ પંચાસરા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મોડાસા ખાતે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
મળતી માહિતી અનુસાર, મોડાસાના એ. ટી. પટેલ અને રમેશ પંચાસરાનો વિડિઓમાં ઉલ્લેખ કરે છે. તેના પર આક્ષેપ કરે છે કે મકાન બનાવવા લીધેલા રૂપિયા ચૂકવ્યા છતા પૈસાની માંગણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી કચેરી સુધી ઓનલાઇન ખોટી ખોટી અરજી કરી હેરાન કરવામાં આવી રહ્યો છે. સાથે તેમણે વિડિઓમાં ડીએસપી વિજય પટેલ અને ક્રાઈમ એસીપી ચૈતન્ય મંડલીકને ન્યાય અપાવવા માટે વિનંતી કરી હતી. ભોગ બનનાર પોલીસકર્મી હાલ મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(ઇનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT