ડાંગ : જિલ્લાના રૂપગઢ કિલ્લા પાસેથી એક તાંત્રિક ટોળકીનો પર્દાફાશ થયો છે. તાત્રિકે જમીનમાંથી સોનુ કાઢવાની વિધિ કરતા સમયે રંગેહાથ ઝડપાયો હતો. તાપીના અલઘટ નજીક આ ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. વિધિ ચાલી રહી હતી ત્યારે જ રંગમાં ભંગ પાડવા માટે પોલીસ પહોંચી હતી. તાપીના અલઘટ ગામે પિતા પોતાની પુત્રીને લઇને વિધિ કરવા માટે પહોંચ્યા હતા. જો કે આ ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરીને સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રૂપગઢના કિલ્લામાં માસુમ બાળકીને સાથે રાખીને વિધિ ચાલી રહી હતી.ત્યારે અચાનક જ સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તાંત્રિક બારડોલીના બાબેન ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ દ્વારા તાંત્રીક ટોળકી અને વિધિ કરાવવા પહોંચેલા પિતા તથા તાંત્રીકોની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે, એસ.જી પાટીલે જણાવ્યું કે, ચાર-પાંચ લોકો રાત્રિના સમયે નાની બાળકીને લઇને ડૂંગર પર જતા કેટલાક સ્થાનિક લોકોને શંકા જતા તેમની પોલીસે જાણ કરી હતી.
પોલીસ દ્વારા આ અંગે તપાસ કરતા ત્યાં કેટલાક ખાડા કરેલા મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ લોકો તાંત્રિક વિધિ કરી રહ્યા હતા. ડુંગર પર બાળકીને એટલા માટે આવ્યા હતા કારણ કે, તે ભગવાનનું સ્વરૂપ છે. તે જે દિશામાં જાય ત્યાં સોનું મળશે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી બાળકીને પણ વિધિમાં બેસાડવામાં આવી હતી. હાલ તો આ અંગે તપાસ ચાલી રહી છે. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાને કારણે આખી ટોળકીનો પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT