અમદાવાદ: માલધારી સમાજ દ્વારા થોડા સમયથી રખડતા પશુ અંગે આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે આજે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. માલધારી સમાજના આગેવાનો અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આજે મહત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવાળી સુધી કોઈપણ તબેલા હટાવવામાં ન આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આજે માલધારી સમાજ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે પાટીલની ઓફિસ પર 1 કલાક જિતળી લાંબી મિટિંગ ચાલી. આ મિટિંગ દરમિયાન પાટીલ અને મુખ્યમંત્રી વચ્ચે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી. જેમાં દિવાળી સુધી કોઈ પણ તાબેલ હટાવવામાં ન આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તથા .દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે.માલધારી સમાજનું આંદોલન જોઈ સરકાર જાગી છે. માલધારી સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં સાંજ સુધી આંદોલન સમેટશે.
આ ઉપરાંત ડિમોલિશન બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે.સી.આર.પાટીલ દ્વારા સરકારમાં પ્રસ્તાવ મૂકી ડિમોલિશન ની કામગીરી બંધ કરાવવામાં આવશે તેવી બાંહેદરી આપવામાં આવી છે.
ADVERTISEMENT