સુરત બન્યું ક્રાઇમ સિટી: ટોળાએ ચોર સમજી યુવકને ઢોર માર મારી પતાવી દીધો, CCTV ફૂટેજ આવ્યા સામે

સંજય રાઠોડ, સુરત: સુરતમાં સતત ક્રાઇમના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ગુન્હેગારો બએ ખોફ બન્યા છે. સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકને ચોર…

surat

surat

follow google news

સંજય રાઠોડ, સુરત: સુરતમાં સતત ક્રાઇમના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ગુન્હેગારો બએ ખોફ બન્યા છે. સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકને ચોર સમજી લોકોએ માર મારતા યુવકને પતાવી દેવાયો હતો જો કે આ ઘટનાની જાણ યુવકના પોસ્ટમોર્ટમ થયા બાદ ખુલાસો થયો હતો કે યુવકનું મોત માર મારવાના કારણે થયું છે. તપાસમાં દરમિયાન બાજુની જ સોસાયટીમાં રહેતા યુવકોએ યુવાનને ચોર સમજી ઢોર માર માર્યો હતો તેના કારણે યુવકનું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. અમરોલી વિસ્તારમાં એક યુવકને ચોર સમજી માર મારી હત્યા કરી દેવામાં આવી છે. યુવકને મારી મારી ફેંકી દેવામાં આવ્યો હતો. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સમગ્ર ખુલાસો થયો છે. તમામ હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી શકમંદોને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા
અમરોલી નવા કોસાડ રોડ ઉપર હરિકૃષ્ણ રેસિડેન્સીમાં નિશાર સ્ક્રેપ સામે આવેલી દુકાનની બહારથી રવિવારે ખુરશી ઉપર બેસેલી અવસ્થામાં અજાણ્યા યુવકની ડેડબોડી મળી આવી હતી. તેના આખા શરીરે મૂઢ ઇજાના નિશાનો હોઇ દુકાનદારે પોલીસને જાણ કરતાં જ અમરોલી પોલીસ ઇન્સપેક્ટર પી.પી.બ્રહ્મભટ્ટ સહિતનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં જ્યાંથી ડેડબોડી મળી હતી ત્યાંની નજીકની સોસાયટીમાં જ આ યુવાનને ચોર સમજીને ટોળાંએ માર મારી તેને પતાવી દીધાનું બહાર આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી શકમંદોને ડિટેઇન કર્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ હત્યાઓ માટે સુરત શહેર જાણે હોડમાં પડ્યું હોય તેમ રવિવારે ત્રણ હત્યાઓની ઘટનાઓએ પોલીસને દોડાવી હતી. અમરોલી, ડિંડોલી, અને સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ત્રણ યુવકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

    follow whatsapp