અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ એક પછી એક પક્ષો પોતાના ઉમેદવારો પણ જાહેર કરતા રહે છે. જેમ જેમ ઉમેદવારો જાહેર થાય છે તેમ તેમ અસંતોષ પણ વધતો જઇ રહ્યો છે. ગુજરાતમાં જો કે આ વખતે પહેલીવાર છે જ્યારે ભાજપના ઉમેદવારો પણ સ્પષ્ટ રીતે પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અનેક સ્થળો એવા છે કે જ્યાં ભાજપને ઉમેદવારો પણ બદલવા પડ્યા છે. તેનું તાજુ જ ઉદાહરણ વઢવાણ સીટ છે. જ્યાં જીજ્ઞાબેન પંડ્યાને બદલીને જગદીશ મકવાણાની જાહેરાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ભાજપ-કોંગ્રેસ કે આપ તમામ પાર્ટીઓમાં અસંતોષનો રાફડો
જો કે પક્ષ વિરોધી ઉમેદવારો માત્ર ભાજપમાં જ છે તેવું નથી કોંગ્રેસ અને આપમાં પણ અનેક એવા નેતાઓ છે જે હાલ પોતાના જ પક્ષની સામે મોરચો માંડીને બેઠા છે. જો કે તે પૈકી જાણીતા ચહેરાઓની વાત કરીએ તો વડોદરાના વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે, ભાજપના ઝંખના પટેલ કે જેઓ ચોર્યાસી ભાજપ વિધાનસભાના છે. હકુભા જાડેજા જામનગર ભાજપ, સતિષ પટેલ ભાજપ કરજણ, દિનેશ પટેલ ભાજપ પાદરા, શબ્દશરણ તડવી નાંદોદ ભાજપ, રજની પટેલ બહુચરાજી ભાજપ, કાંધલ જાડેજા (કુતિયાણા એનસીપી), રેશમા પટેલ ગોંડલ એનસીપી, મનહર પટેલ બોટાદ કોંગ્રેસ, પાલ આંબલીયા દ્વારકા કોંગ્રેસ,ધીરસિંહ બારડ ગીર સોમનાથ કોંગ્રેસ, મોહનવાળા કોડીનાર કોંગ્રેસ અને મહિપતસિંહ ચૌહાણનો માતરથી સમાવેશ થાય છે.
કેટલાક નેતાઓ એવા કે જે અસંતોષ તો ભારોભાર છે પણ ચહેરા પર કળાવા નથી દેતા
જો કે આરસી મકવાણા, કેસરીસીંહ ચૌહાણ અને ઝંખના પટેલ સહિત અનેક નેતાઓ એવા પણ છે કે જેઓ અંદર અંદર તો સમસમી જ રહ્યા છે પરંતુ હાલ તો પક્ષનો સાથ આપી રહ્યા છે.આ યાદીમાં નામ ઉમેરવા બેસીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, કૌશિક પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક કપાયેલા ચહેરાઓની લાંબી યાદી બની શકે છે. તમામ નેતાઓમાં આંતરિક અસંતોષ તો ખુબ જ છે. જો કે આ નેતાઓ હાલ તો કંઇ કળાવા દેતા જ નથી. આવા નેતાઓનો ભાજપ, કોંગ્રેસ કે આમ આમ આદમી પાર્ટી ક્યાંય પણ તોટો નથી. અસંતોષી નેતાઓ પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જેવા હોય છે કે જેઓનો અસંતોષ અસહ્ય રીતે ખદબદ્યા જ કરે છે.
ADVERTISEMENT