આણંદ : ત્રણ દિવસ પહેલા આણંદ જિલ્લાના ઉમરેઠમાં ગ્રીષ્માકાંડનું પુનરાવર્તન થતા થતા રહી ગયું હતું. ઉમરેઠમાં ભાડાના મકાનમાં રહેતા યુવકે તેની સાથે રહેતી યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ યુવતી ઘવાયેલી સ્થિતિમાં બાથરૂમમાં પુરીને ભાગી છુટ્યો હતો. યુવતીને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડવામાં આવી. સધન સારવાર બાદ યુવતી ભાનમાં આવી હતી. ત્યાર બાદ તેણે પોલીસને જણાવ્યું કે, તેના પર હુમલો કરનાર અન્ય કોઇ નહી પરંતુ પોતાનો જ પ્રેમી હતો.
ADVERTISEMENT
ગાંધીધામમાં રહેતી પરણીત યુવતી તેના પ્રેમી સાથે ફરવા નિકળી હતી. બંન્ને ઉમરેઠમાં ભાડાનુ મકાન રાખીને રહ્યાહતા. યુવકને ઉછીના આપેલા 40 હજાર રૂપિયાની ઉઘરાણી કરતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. જેના કારણે તેણે ઉશ્કેરાટમાં છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ બંન્ને ફરાર થઇ ગયા હતા. હાલ તો યુવતીએ આ મુદ્દે પ્રેમી સામે ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે.
અત્રે નોંધનીય છે કે, શનિવારે ઉમરેઠની કાછીયાની પોળમાં એક યુવતીની બુમાબુમ સંભળાતા આડોશી પાડોશીએ ઘર ખોલતા તેમાંથી બાથરૂમમાંથી લોહીલુહાણ હાલતમાં એક યુવતી મળી આવી હતી. લોકોએ તેને તત્કાલ સારવાર માટે ખસેડી હતી. તેને ગળાના ભાગે ગંભીર ઇજા હતી. જેના પગલે લાંબી સારવાર બાદ તે ભાનમાં આવી અને બોલવા સક્ષમ થઇ હતી. આખરે હોશમાં આવ્યા બાદ તેણે સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી.
ADVERTISEMENT