Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બીજી યાદીમાં ગુજરાતની અન્ય સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાત બેઠકો પરથી ભાજપે માત્ર બે ઉમેદવારોને જ રિપીટ કર્યા છે બાકીના 5 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. પહેલી યાદીમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા હતા અને 5 નવા ચહેરાઓ પર દાવ લગાડ્યો છે. એટલે કે અત્યાર સુધીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભાજપે જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાંથી 10 નવા નામની જાહેરાત કરી ભાજપે સૌને ફરીવાર ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
જાણો કોનું પત્તું કપાયું?
બીજી યાદીમાં આટલા ઉમેદવારોની ટિકિટ કપાય
- સુરત - દર્શનાબેન જરદોશ
- ભાવનગર - ભારતીબેન શિયાળ
- છોટાઉદેપુર - ગીતાબેન રાઠવા
- સાબરકાંઠાા - દીપસિંહ રાઠોડ
- વલસાડ - કે.સી.પટેલ
પહેલી યાદીમાં આટલા ઉમેદવારોની ટિકિટ કપાય
ADVERTISEMENT