અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા વધારે એક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા ગુંચવાડાને આખરે ઉકેલી નાખ્યો છે. કોંગ્રેસ દ્વારા 6 સીટ પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ધ્રાંગધ્રા સીટ પર છત્તરસિંહ ગુંઝારીયા, મોરબી બેઠક પર જયન્તી જેરાભાઇ પટેલ, રાજકોટ પશ્ચિમ થી મનસુખભાઇ જાદવભાઇ કાલરિયા, જામનગર ગ્રામ્યમાંથી જીવનકુંભારવાડીયા, ગારિયાધારથી દિવ્યેશ ચાવડા, બોટાદ પરથી મનહર પટેલનું નામ જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રમેશ મેરનું નામ જાહેર થયા બાદ લાંબા સમયથી કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો હતો.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને આપમા સ્થિતિ એવી છે કે, જેટલી ઝડપથી ઉમેદવારો જાહેર થઇ રહ્યા છે તેનાથી બમણી સ્પીડથી ઉમેદવારો બદલાઇ પણ રહ્યા છે. કોંગ્રેસ દ્વાર વધારે 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસ દ્વારા કુલ 109 ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે. જ્યારે ભાજપ દ્વારા 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT