અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદા ડેમની જળ સપાટી 134.87 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 10 દરવાજા ખુલ્લા છે, 30000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. 11 કલાકે 15 દરવાજા ખોલી 50,000 ક્યુસેક્સ છોડાશે. જ્યારે બપોરે 2 કલાકે 23 દરવાજા ખોલી 80,000 ક્યુસેક્સ પાણી છોડાશે. 214168 ક્યુ સેક પાણીનો પ્રવાહ આવી રહ્યો છે જ્યારે 92246 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
રાજ્યમાં 13 વર્ષમાં સૌથી વધુ પાણીની આવક
રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. પાણીની આ આવક પાછળ ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા પાણીમાં વધારો થયો છે.
રાજ્યના ડેમની સ્થિતિ
3 દિવસ પહેલા કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રરની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે.
સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. આ સાથે જ રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.
નર્મદા ડેમ વિશ્વમાં મોખરે
નર્મદા કંટ્રોલ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ 131.18 મીટરની પાણીની સપાટી જાળવી રાખવા માટે આ દરવાજા ખોલવા જરૂરી છે. વર્ષ 2016માં સરદાર સરોવર ડૅમ પર કુલ 30 દરવાજા બેસાડવાનું કામ પૂર્ણ થયું હતું. જેમાંથી આજે 22 દરવાજા ખોલવામાં આવશે. સરદાર સરોવર ડૅમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. વિશ્વમાં નર્મદા ડેમનું નામ મોખરે છે. પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડૅમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડૅમ છે. આ ડેમમાં પ્રોજેક્ટ્થી જોડાયેલી 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઈ નહેર છે.
ADVERTISEMENT