જંગલના રાજા પહોંચ્યા કષ્ટભંજનના દ્વારે, વીડિયો થયો વાયરલ

અમરેલી: સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તાર ઉપરાંત રહેણાંક વિસ્તાર સિંહોના આંટાફેરા હવે સામાન્ય બન્યા છે. ઘણી વખત…

gujarattak
follow google news

અમરેલી: સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં જંગલ વિસ્તાર ઉપરાંત રહેણાંક વિસ્તાર સિંહોના આંટાફેરા હવે સામાન્ય બન્યા છે. ઘણી વખત સિંહોની પજવણી તો ઘણી વખત સિંહો ગામમાં લટાર મારતા CCTV માં કેદ થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહ હનુમાન મંદિરે પહોંચ્યો છે. ધારી સફારી પાર્ક બહાર હનુમાનજીની ડેરીએ દર્શન કરતા સિંહનો વીડિયો વાયરલ થયો છે.

અમરેલી જિલ્લામાં સિંહ રસ્તા પર પણ જોવા મળી જાય છે. અનેક વખત સિંહના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. તો અનેક વખત સિંહોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠયા છે. વનવિભાગ અનેક વખત સવાલોના ઘેરામાં આવી ચૂક્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહ કષ્ટ ભંજનના દ્વારે પહોંચે છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

જુઓ વીડિયો

 

વીડિયો વાયરલ થયો 
સફારી પાર્ક બહાર જંગલનો સિંહ ભગવાનના શરણે પહોંચ્યો હોવાનો વીડિયો આગની જેમ ફેલાઇ રહ્યોં છે. રાત્રિના હનુમાનજીની ડેરી પર પહોંચેલા સિંહને વાહન ચાલકે મોબાઈલના કેમેરામાં આ વીડિયો કેદ કર્યોછે કેદ. ગુજરાત પર આવતી આફતો સામે સિંહો પણ ભગવાનનાં શરણે પહોચ્યા હોવાની પ્રતીતિ કરાવતો વીડિયો થયો વાયરલ થયો છે. હનુમાનની ડેરીએ પહોંચેલા સિંહનો વાયરલ વીડિયો થયો જુનો પણ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

    follow whatsapp