રાજકોટ: રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અને પોલીસ પણ આ કિસ્સાઓને લઈ ચિંતિત છે. ત્યારે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટની યુવતીને તેમના ગાંધીનગરના સાસરિયામાં અત્યાચાર ગુજારવામાં આવવાની ઘટના સામે આવી છે. પતિ ઘરમાં પત્નીના કપડાં પહેરીને મારે ઓપરેશન કરી સ્ત્રી થઇ જવું છે તેવું કહી ત્રાસ આપતો હતો, પરિણીતાને પણ નશો કરવા માટે દબાણ કરાતું હતું.
ADVERTISEMENT
રાજકોટની યુવતી પરણીને ગાંધીનગર સાસરે ગયા બાદ પતિ અત્યાચારની ઘટના સામે આવી છે. જેમાં યુવતીને સાસરિયામાં સસરા, દિયર અને નણંદ દારૂ-ગાંજાનો નશો કરીને મારકૂટ કરતા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત યુવતીના પતિની અજીબ હરકત જોવા મળી છે. યુવતીના પતિ દ્વારા ઘરમાં સ્ત્રીના કાપડા પહેરી અને કહેતો ફરતો હતો કે, મારે ઓપરેશન કરી સ્ત્રી થઇ જવું છે. જ્યારે પરિણીતાને પણ નશો કરવા માટે દબાણ પણ કરવામાં આવતું હતું.
રાજકોટના પિતાના ઘરે રહેતી દિવ્યાની કાપડિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગર રહેતા તેના પતિ જતિન કાપડિયા, સસરા અનંત કાપડિયા, સાસુ ઇન્દુ કાપડિયા, દિયર યતિન અને નણંદ પલક કાપડિયાના નામ આપ્યા હતા. દેવ્યાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પૂર્વે તેના લગ્ન જતિન સાથે થયા હતા, લગ્નના બે મહિના બાદ પતિ, સસરા, નણંદ અને દિયર સાથે બેસીને દારૂ, ગાંજો અને સિગારેટ પીતા હતા અને દિવ્યાએ આ બાબતનો વિરોધ કરતા તેને મારકૂટ કરવામાં આવતી હતી. આ ઉપરાંત દિવ્યાએ પોતાનો સીએનો અભ્યાસ પૂરો કરવાની ઇચ્છા વ્યક્ત કરતા પતિ જતિને ફીની રકમ આપવાનો ઇનકાર કરી દીધો હતો. અને દહેજ બાબતે સાસુ તથા નણંદ દ્વારા મેણાં પણ મારવામાં આવતા હતા.
ફરિયાદમાં કહ્યું કે, પતિમાં શરીરીખ ખામી
પરણીતાએ ફરિયાદમાં પતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં કહ્યું કે તેમના પતિને શારીરિક ખામી હોવાથી તે શરીરસુખ મેળવી શકતો ન હતો. જેને લઈને ગુસ્સો થઇ હેવાનિયત આચરતો હતો. પતિ જતિન તેમની પત્ની દિવ્યાના કપડાં પહેરીને ઘરમાં આંટા મારતો હતો અને કહેતો કે મારે ઓપરેશન કરીને સ્ત્રી થઇ જવું છે. 2017માં પતિ પત્નીના રિપોર્ટ કરાવ્યા ત્યારે પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 2020માં આઇવીએફ ટ્રીટમેન્ટ કરતાં દિવ્યાને સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઇ હતી.જોકે બાળકના જન્મ પછી પણ સાસરિયાઓનો ત્રાસ યથાવત્ રહ્યો હતો.
સસરાએ સરબતમાં ભાંગ પીવડાવી
પિતા સમાન સસરાની હરકતો પણ અજીબ જોવા મળતી હતી.પરણીતાના સસરા અનંત કાપડિયાએ શરબતમાં ભાંગ મિક્સ કરીને દિવ્યાને પીવડાવી દીધી હતી. આ ઘટના બાદ નણંદ અને દિયર કહેતા હતા કે અમારા ઘરમાં રહેવું હોય તો આ બધું કરવું પડશે.અમે લોકો મોડર્ન જમાનાના છીએ, તારે પણ ગાંજો અને સિગારેટ પીવા પડશે તેમ કહી નશો કરવા દબાણ કરા હતા.
આ પણ વાંચો: આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ, સત્ર તોફાની બનવાના એંધાણ
બે વર્ષથી પિતાના ઘરે આવી
ગાંધીનગરમાં સાસરિયામાં પતિ સહિતનાલોકોના ત્રાસથી કંટાળેલી દિવ્યા બે વર્ષથી પિયર રાજકોટ રહેવા આવી ગઇ હતી. આમ છતાં સાસરિયાનો ત્રાસ ચાલુ રહેતા અંતે સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ સહિત પાંચેય સામે ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: અમરેલીમાં ફરી ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા, લોકોમાં ભયનો માહોલ
ADVERTISEMENT