બાળકને હોસ્ટેલના ગૃહપતિએ આપ્યો વીજ શોક, 5 દિવસે ભાનમાં આવી જાણો શું કહ્યું

 નીલેશ શિશાંગિયા, રાજકોટ: એક તરફ બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બીજી તરફ સરકાર બાળકોને શાળાએ જવા મતરે અનેક પ્રોત્સાહિત કાર્યક્રમો કરે છે. આ દરમિયાન…

gujarattak
follow google news

 નીલેશ શિશાંગિયા, રાજકોટ: એક તરફ બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બીજી તરફ સરકાર બાળકોને શાળાએ જવા મતરે અનેક પ્રોત્સાહિત કાર્યક્રમો કરે છે. આ દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામે બન્યો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ જીવન શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોને હોસ્ટેલના ગૃહપતિ તેમજ શિક્ષક સહિતના અન્ય 3 લોકો દ્વારા માર મારી વીજ શોક આપવામાં આવ્યો છે.

ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકને માર મારી અને  વીજ શોક આપવામાં આવતા બાળકની હાલત ગંભીર બની છે. ત્યારે આ ઘટનાને લઈ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ત્યારે બાળક 5 દિવસે સારવાર બાદ ભાનમાં આવતા ભાંડો ફૂટ્યો.

આ પણ વાંચો: કોરોનાના સંક્રમણને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠકમાં જાણો શું થયું? ગુજરાતને ક્યારે મળશે વેક્સિનનો જથ્થો

પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
બાળકના પરિજનો દ્વારા જીવન શાળા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કહ્યું કે બાળક જીવન શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.  અને 5 દિવસ પહેલા સ્કૂલમાંથી એમને ફોન આવેલ કે તમારું બાળક કાતરા ખાવા ગયો હતો. અને પડી ગયો હતો. બાળકને સારવાર માટે જસદણની હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ. ત્યારે પરિવાર દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચતા બાળકની હાલત ખુબ ગંભીર હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 5 દિવસ બાદ બાળક ભાનમાં આવતા પોતાના પર થયેલ ઘટના પરિવારને જણાવી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp