હું ઉપરાજ્યપાલ છું, મારી વિરુદ્ધ કોર્ટમાં કેસ ન ચાલી શકે: અમદાવાદની કોર્ટમાં દિલ્હીના LG ની અરજી

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ 21 વર્ષ જૂના કેસમાં અમદાવાદ કોર્ટના દરવાજે પહોંચ્યા છે.તેમણે આ કેસમાં સુનાવણી હાલ પૂરતી મુલતવી રાખવા માટે…

gujarattak
follow google news

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ 21 વર્ષ જૂના કેસમાં અમદાવાદ કોર્ટના દરવાજે પહોંચ્યા છે.તેમણે આ કેસમાં સુનાવણી હાલ પૂરતી મુલતવી રાખવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. વીકે સક્સેનાએ અમદાવાદ કોર્ટને વકીલ મારફત માહિતી આપી છે કે તેઓ બંધારણીય પદ પર છે.તેવામાં સંવિધાન અનુસાર તેમના પર કેસ ચાલી શકે નહી.

દિલ્હીના એલજીની વિનંતી માન્ય નહી રહે તો મુશ્કેલી વધી શકે
જો દિલ્હીના એલજી વીકે સક્સેનાને કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. સક્સેનાએ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સામાજિક કાર્યકર મેધા પાટકર પરના કથિત હુમલાના સંદર્ભમાં કેસની કાર્યવાહી પર રોક લગાવવા અપીલ કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કોર્ટને કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે ત્યાં સુધી કેસને સ્થગિત કરી દેવો જોઇએ. કારણ કે ગવર્નર એક બંધારણીય પદ છે. જેથી તેઓ ગવર્નરના પદ પર છે ત્યાં સુધી આ કેસની સુનાવણી સ્થગિત રાખવી જોઈએ. સક્સેનાએ ટાંક્યું છે કે, રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂંક કરવામાં આવી છે. સક્સેના ગયા વર્ષે મે મહિનામાં દિલ્હીના ગવર્નર બન્યા હતા.

પીએન ગોસ્વામીની કોર્ટમાં આ અંગે સુનાવણી થશે
કેસની આગામી સુનાવણી 9મી માર્ચે અમદાવાદમાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએન ગોસ્વામીની કોર્ટમાં થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 21 વર્ષ જૂના કેસની સુનાવણી ચાલી રહી છે. સક્સેનાની અપીલ બાદ મામલાની આગામી સુનાવણી 9 માર્ચે હાથ ધરવામાં આવશે. વીકે સક્સેના અને ભાજપના ધારાસભ્ય અમિત શાહ સહિત અન્ય ત્રણ સામે 21 વર્ષ જૂના કેસમાં રમખાણો, હુમલો, ખોટી રીતે અટકાવવા, ગુનાહિત ધાકધમકી અને ઇરાદાપૂર્વક અપમાનનો કેસ નોંધવામાં આવ્યો હતો. એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગોસ્વામી સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં, સક્સેનાએ બંધારણની કલમ 361(1) હેઠળ લેફ્ટનન્ટ ગવર્નરને અપાયેલી ઇમ્યુનિટીને ટાંકીને તેમની સામે ટ્રાયલ સ્થગિત રાખવા માટે કોર્ટને પ્રાર્થના કરી હતી. એલજીના વકીલ અજય ચોકસીએ જણાવ્યું કે, અરજી 1 માર્ચે દાખલ કરવામાં આવી હતી.

શું હતો આખો મામલો
21 વર્ષ પહેલા 7 માર્ચ, 2002ના રોજ અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી શાંતિ સભા દરમિયાન સામાજિક કાર્યકર્તા મેધા પાટકર સામે લોકોના એક જૂથે વિરોધ કર્યો હતો. નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરે વીકે સક્સેના અને અન્ય લોકો પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સાબરમતી પોલીસ સ્ટેશનમાં સક્સેના સહિત ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે આ મામલે મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી થવાની છે. આ કેસમાં કોણ કોણ આરોપી છે જેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. તેમાં વીકે સક્સેના હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે. તો ત્યાં અમિત શાહ અમદાવાદના મેયર બન્યા બાદ હવે એલિસબ્રિજના ધારાસભ્ય છે. આ સિવાય અમિત ઠાકર પણ આ કેસમાં આરોપી છે. તેઓ પહેલીવાર વેજલપુરથી ભાજપના ધારાસભ્ય બન્યા છે. ચોથા આરોપી તરીકે એડવોકેટ રાહુલ પટેલનું નામ છે.

શું છે સક્સેનાની દલીલ?
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના વકીલ અજય ચોક્સીએ દલીલ કરી છે કે, જ્યાં સુધી તેઓ ભારતના બંધારણની કલમ 361 મુજબ લેફ્ટનન્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે ત્યાં સુધી તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાય નહીં. તેને ટાંકીને સક્સેનાએ કોર્ટને આ મામલાને મુલતવી રાખવા વિનંતી કરી છે.

    follow whatsapp