ઝુકના તો પડેગા! સરકારે તમામ આંદોલનરત્ત કર્મચારી-નાગરિકોની માંગણીઓ સ્વિકારી

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનોએ વેગ પકડ્યો છે. વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલનો ચાલી રહ્યા છે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનોએ વેગ પકડ્યો છે. વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે આ આંદોલન સામે સરકાર ઝૂકી છે. સરકાર મોટાભાગની માગણી પર હકારાત્મક છે અને કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા લાગ્યા છે.

આંદોલનને લઈને સરકાર કમિટીનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વઘાણીએ જણાવ્યું કે, કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારવામાં આવી છે. જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. 7મા પગારપંચના બાકીના ભથાનો લાભ મળશે. અનેક રાજ્યમાં સાતમ પગાર પંચનો અમલ નથી થયો સોમવારથી આંદોલનકારીઓ કામ પર લાગશે. કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. સરકાર સંવાદમાં માને છે. સરકાર ખુલ્લા મને કરી રહી છે  વાતચીત. સંવાદથી જ બધી સમસ્યાનું સમાધાન થાય છે.

અમે આંદોલન બંધ રાખવા અનુરોધ કર્યો છે. મોટાભાગની માગણી પર સરકાર હકારાત્મક છે. કોઈ કર્મચારીને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેટલીક પોલિસી મેટર હોય છે તે મુજબ નિર્ણય કરવામાં આવે છે. 2009નો કુટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે. રાજ્યના હિતમાં પોલિસીના આધાર પર નિર્ણય કરવામાં આવ્યા છે.

    follow whatsapp