અમદાવાદ: સિંહને ગીરની શાન કહેવામાં આવે છે અને ગીર વિસ્તારમાં જ જેમનો ગઢ છે તેવા સિંહો ગીર વિસ્તારના લોકોને અનેક વખત રસ્તામાં સામે આવી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ટેકનોલોજીના સમયમાં ગીર વિસ્તારની શાન ગણાતા સિંહોના અનેક વિડિયો સામે આવી ચૂક્યા છે ત્યારે આઝાદી પર્વની પૂર્વ સાંધ્યાએ મેંદરડાના માલણકામાં લાઇટ ડેકોરેશન વચ્ચેથી પસાર થતાં સિંહનો વિડીયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
એક તરફ દેશમાં આઝાદી પર્વની ઉજવણીની તડમાર તૈયારીઓ થઈ રહી હતી તો બીજી તરફ રાત્રે જાણે સિંહ પરિવાર આ તૈયારીનું નિરીક્ષણ કરવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મેંદરડાના માલણકા ગામ નજીક ડેમ પર એક સાથે 5 સિંહ જોવા મળ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવને લઈને જોરશોરથી તૈયારી કરવાં આવી રહી હતી. અદભૂત લાઇટ અને રાષ્ટ્રધ્વજ વચ્ચેથી એક સાથે 5 સિંહ પસાર થતાં હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આઝાદીના અમૃત મહોત્સવને લઈ મધુવંતી ડેમ પર સિંહોની લટારની વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ અદભૂત નઝારો અનેક લોકો જોઈ ચૂક્યા છે. એમ પણ કહી શકાય કે ગીરની શાન અને આખા દેશની શાન એક જ ફ્રેમમાં જોવા મળ્યા. માલણકા મધુવંતી ડેમ સિંચાઇ યોજના પર આઝાદી પર્વ માટે તૈયારી ચાલી રહી હતી ત્યારે રોશની શણગાર બાદ મોડી રાત્રે ડેમના રસ્તા પરથી પસાર થયા હતા.
ગીર વિસ્તારમાં અનેક વખt સિંહોના વિડીયો થયા છે વાઇરલ
ગીર વિસ્તારમાં સિંહો જંગલ મૂકી અને ગામોમાં ધામા નાખવા લાગ્યા છે. અનેક વખત ગામમાં ઘૂસીને સિંહોએ મારણ કર્યું હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ક્યારેક સિંહોની પજવણી કરતાં વિડીયો પણ વાઇરલ થયા છે . ત્યારે આજે થયેલા વાયરલ વિડીયોમાં આખા દેશની શાન તિરંગો અને સાથે ગીરની શાન ગણાય છે તે સિંહ એક જ ફ્રેમ પર જોવા મળ્યા હતા.
વિથ ઈનપુટ: ભાર્ગવી જોષી, જૂનાગઢ
ADVERTISEMENT