ભાવનગર: રાજ્યમાં પેપર લીક કૌભાંડના કારણે અનેક યુવાનો નિરાશ થયા છે. આ દરમિયાન ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફોડનારાઓના પાપે હાથબ ગામની યુવતીનો જીવનદીપ બૂંઝાઈ ગયો છે. રાત-દિવસની મહેનત બાદ અંતિમ ઘડીએ પરીક્ષા કેન્સલ થવાથી યુવતી એટલી હદે હતાશ થઈ ગઈ હતી કે, આઘાતમાં સરી પડી હતી અને ઝેર ગટગટાવી દીધું હતું. હોસ્પિટલમાં 13 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે જિંદગીની જંગ હારી હતી.
ADVERTISEMENT
જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ઘોઘા તાલુકાના હાથબ ગામની યુવતીએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાઈ હતી. હાથબ ગામની 21 વર્ષીય પાયલબેન કરસનભાઈ બારૈયા ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પાયલબેન બારૈયાએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પરીક્ષાનું પેપર લીક થઈ જતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પાયલબેને દિવસ રાત મહેનત કરી હતી. પરંતુ જે પરીક્ષા આપવાની હતી તે દિવસે જ પરીક્ષા રદ્દ કરવામાં આવતા લાગી આવ્યું હતું. માનસિક રીતે હતાશ થતાં તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પેપરલિકની ઘટનાએ લીધો યુવતીનો ભોગ
પાયલ બેનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના ICU માં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે હાથબ ગામની પાયલ બારૈયા નામની યુવતી નું 13 દિવસ ની સારવાર બાદ રવિવારે સાંજે મોત થતાં ચકચાર મચ્યો છે. ત્યારે બીજી તરફ યુવરાજસિંહ પરમારે આ ઘટનાને લઈને યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર સવાલો કર્યા હતા. ત્યારે પેપર લિકની ઘટનાએ યુવતીનો ભોગ લીધો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT