અમદાવાદ:એક તરફ સરકાર ડિજિટલ ભારતના સપના જોઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ સરકાર સામે પડકાર પણ સતત વધી રહ્યા છે. લોકોમાં ઓનલાઈન વસ્તુ મંગવવાનો ક્રેઝ જેમ જેમ વધી રહ્યો છે. તેમ તેમ સાયબર ક્રાઇમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ઓનલાઇન સુરતથી ડ્રેસ મંગાવવો યુવતીને ભારે પડ્યો છે. યુવાને એક ડ્રેસ 98 હજારમાં પડ્યો. જોકે ડ્રેસ તો ન મળ્યો પણ હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ઓનલાઇન વસ્તુઓ મંગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો ગ્રોસરીથી લઇને મોટી મોટી વસ્તુઓ પણ હવે ઓનલાઇન મંગાવતા થયા છે. ત્યારે શહેરમાં શાહપુરમાં રહેતી એક યુવતીએ ઓનલાઇન સુરતથી ડ્રેસ મંગાવ્યો હતો. જેનું પાર્સલ આવ્યું ના હોવાથી યુવતી એ ગુગલ પર બ્લુડાટનો હેલ્પ લાઇન નંબર સર્ચ કરીને તેના પર ફોન કર્યો હતો.અને આ એક ફોન 98,000 રૂપિયામાં પડ્યો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ફોર્મ ભરતાં જ એકાઉન્ટમાંથી પૈસા ગાયબ
જેમાં યુવતી એ જણાવ્યું કે તેમણે સુરતથી ડ્રેસ મંગાવ્યો હતો. આ ડ્રેસ ન આવતા ઓનલાઈન ગૂગલથી બ્લુ ડાર્ટનો નંબર શોધી અને ડ્રેસ મામલે ફરિયાદ કરી ત્યારે યુવતીને જણાવ્યું હતું કે, તમારુ પાર્સલ અમારી પાસે આવી ગયેલ છે. પરંતુ તેના માટે ઓનલાઇન પાંચ રૂપિયા ભરવા પડશે. તેમ કહીને એક વોટ્સઅપ પર એક લીંક મોકલી આપી હતી. જે લીંકમાં વિગત ભરીને 5 રૂપિયા ભરી સબમીટ કરી આપવા જણાવ્યું હતું.જે લીંક પર ક્લીક કરીને યુવતીએ તેનું નામ, બેંકનું નામ અને રૂપીયા ભરવાની કોલમ માં 5 રૂપીયા લખી યુ પી આઇ પીન નંબર નાંખી ને સબમીટ કરતાં તેના ખાતામાંથી બે કલાક પછી 5 રૂપિયા કપાઇ ગયા હતાં. બાદમાં તેના મોબાઇલમાં પ્રથમ 20 હજાર, બીજુ 20 હજાર, ત્રીજુ 50 હજાર અને ચોથુ 8 હજાર એમ ચાર ટ્રાન્જેક્શન કરીને કુલ 98 હજાર રૂપિયા ઉપડી ગયા હતાં.
પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો
ઓનલાઈન ફ્રોડના સતત કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની યુવતી પણ ઓનલાઈન ફ્રોડનો શિકાર બની અને એક ડ્રેસ મંગવવો 98,000માં પડ્યો ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ પોલીસને જાણ કરતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT