સોશ્યલ મીડિયામાં યુવતીએ ન્યૂડ વીડિયો બનાવી યુવકને કર્યો બ્લેકમેલ, વધુ ત્રાસ આપતાં જૂનાગઢના યુવકે કર્યો આપઘાત

ભાર્ગવી જોશી, જૂનાગઢ: સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે ખરાબ રીતે થઈ રહ્યો છે. અઅ દરમિયાન જૂનાગઢમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ સામે આવ્યો છે. ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે ખરાબ રીતે થઈ રહ્યો છે. અઅ દરમિયાન જૂનાગઢમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ સામે આવ્યો છે. ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા જૂનાગઢના દડવા ગામના યુવકે મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠગ ટોળકીએ જે રીતે યુવકને ફસાવ્યો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.

સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ વીડિયોકોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. વીડિયો કોલ કરીને યુવતીએ અમિતનો બીભત્સ વીડિયો બનાવી લીધો હતો. અને ત્યાર બાદ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પૈસા આપ્યા બાદ પણ વધુ પૈસા માંગતા યુવકે મોત વ્હાલું કર્યું હતું .

પૈસા આપ્યા છતાં વધુ માંગ્યા
દડવાનો અમિત રાઠોડ નામનો યુવક સોશિયલ મીડિયામાં એક ટુકડીનો શિકાર થયો હતો. યુવકના ન્યૂડ વીડિયો બનાવી અલગ અલગ નંબર પરથી ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. યુવકે upi માં માધ્યમથી 48, 500 રૂપિયા આપી પણ દીધા હતા. તેમ છતાં વધુ પૈસા મંગતા હોય યુવકે 18 જૂનના રોજ આપઘાત કરી લીધો હતો.

પોલીસે તપાસ શરૂ કરી
જે દિવસે યુવકે આપઘાત કર્યો તે જ દિવસે યુવકના ઘરે દિલ્હીના એસ પી રાકેશ અસ્થાના ના નામે કોલ કરી પૈસા માંગતા યુવકના પિતાએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે આ ગુના પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.

    follow whatsapp