અમદાવાદ: એક તરફ ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ સંગઠનો પોતાની માંગને લઈ આંદોલનો કરી રહી છે ત્યારે વનકર્મીઓ પણ આંદોલનના માર્ગે છે. ત્યારે બીજી તરફ ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ખિલાવાડ નજીક સિંહ કૂવામાં ખાબક્યો હતો. વનકર્મીએ હડતાળ એક તરફ મૂકી અને સિંહને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. મહામહેનતે સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વનવિભાગે હડતાળ મૂકી રેસ્ક્યૂ કર્યું
ધારી ગીર પૂર્વેના જસાધાર રેન્જના ખિલાવડ ગામ પાસે આવેલા વાડી વિસ્તારની અંદર સિંહ કુવામાં પડતા સિંહનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિંહનો જીવ બચાવવા માટે હડતાલને સાઈડ પર કરી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એનિમલ ડોક્ટર્સની ટીમ તેમજ ટ્રેકર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખિલાવડ ગામના ખેડૂત પોપટભાઈ હીરપરા ના કૂવા ત્રણ વર્ષનો સિંહ ખાબક્યો કૂવામાં. 3 વર્ષના સિંહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી વન વિભાગ તેમજ રેસક્યુ ટીમના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
હાલમાં સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર ચાલી રહી છે. ત્યારે જંગલ વિસ્તારમાં વરસાદના કારણે નદી નાળા અને કૂવોમાં પાણીની સપાટી ઉપર આવી પહોંચી છે. વન્યપ્રાણી શિકારની શોધમાં વાડી વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે ખિલાવાડ નજીક 80 ફૂટના ખુલ્લા કૂવામાં સિંહ ખાબકતાં વનવિભાગનો જીવ તાળવે ચોટયો હતો. સિંહને બચાવવા વનવિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને મહામહેનતે સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો. સામાન્યરીતે ખુલા કૂવાના કારણે આવી ઘટના ઘટતી હોય છે ત્યારે આ મામલે ખેડૂત પર હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તેની માલિકીની વાડીના કૂવામાં સિંહ પડ્યો હતો. સિંહનું રેસ્ક્યું કરી વન વિભાગ દ્વારા સિંહને તેમના અન્ય ગ્રુપ સાથે મુક્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT