અમદાવાદ : ગુજરાત સહિસ સમગ્ર દેશમાં મોરબી કાંડના કારણે અરેરાટી વ્યાપી ગઇ છે. તમામ તંત્ર રાહત અને બચાવ કામગીરી ચલાવાઇ રહી છે. આખી રાત રાહત અને બચાવકામગીરી ચલાવવામાં આવશે તેવી સરકારે સાંત્વના આપી છે. જો કે, આ તમામ વચ્ચે આંકડા છુપાવવાનો ખેલ ફરી એક વખત શરૂ થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
રાજ્યના જવાબદાર મંત્રી નેતા અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ 7 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે 40 થી વધારે લોકોનાં મોત નિપજી ચુક્યાં હતા. ગુજરાતના ગૃહમંત્રી જેવા જવાબદાર વ્યક્તિ પાસે પુરતી માહિતી ન હોય તે ખુબ જ કરૂણ બાબત છે. જ્યારે અધિકારીક રીતે 77 મોતની પૃષ્ટી થઇ ચુકી છે.
મુખ્યમંત્રી, હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. સ્થાનિક સાંસદ મોહન કુંડારિયાથી માંડીને અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક નેતાઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યાં છે. જો કે ઘટના અંગે ફરી એકવાર રાજનીતિ પણ શરૂ થઇ ચુકી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતના પક્ષો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે.
ADVERTISEMENT