અમદાવાદ : 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. જો કે તે અગાઉ જ અચાનક ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાણ બહાર ટેકનિકલ ઈસ્યુને કારણે કોલ લેટર જોઈ શકાતા હતા. આ બાબત કેટલાક યુવાનો અને ત્યાર બાદ યુવરાજસિંહને જાણ થતા તેઓએ આ મુદ્દે ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ વેબસાઇટમાં ટેકનિકલી ફોલ્ટ/ અથવા તો કોઇ બગના કારણે થઇ રહ્યું હતું. જેથી જે વિદ્યાર્થીઓએ જાન્યુઆરીમાં કોલ લેટર ડાઉનલોડ કર્યા હોય તેમને ક્રોમના કેચી ફાઇલના કારણે નવો કોલ લેટર પણ જોઇ શકાતો હતો. જ્યારે કોલ લેટરની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જો કે આ સમાચાર વહેતા થતા વિદ્યાર્થીઓ પણ ચિંતામા મુકાયા હતા.
ADVERTISEMENT
જો કે આ બાબતે સમાચારો પ્રકાશિત થતા આઇપીએસ હસમુખ પટેલના ધ્યાને આ બાબત આવી હતી. તેમણે તત્કાલ તપાસ કરાવીને આ ક્ષતી દુર કરાવી હતી. ઉપરાંત આ અંગે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા. જો કે આ બાબત ધ્યાને આવતા ખામી દૂર કરી દેવામાં આવેલ છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે અગાઉ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે. ઉમેદવારો વેબસાઈટના માધ્યમથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જો કે હાલ જે બગ હતો તે દુર કરી દેવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, બગ અંગે માહિતી મળતા જ મીડિયા ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ હસમુખ પટેલને ટેગ કરીને ટ્વીટનો મારો ચલાવ્યો હતો. પંચાયત બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને સમગ્ર બાબતે જાણ થતા જ તેઓ એક્શનમાં આવ્યા હતા. તાબડતોબ આ ખામીને દૂર કરવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું કે, ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક પરથી ડાઉનલોડ થઇ રહ્યા હતા. જો કે આ ખામી દૂર કરી દેવામાં આવેલ છે. હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારોને વેબસાઈટના માધ્યમથી અગાઉથી જાણ કરવામાં આવશે. જો કે આ બગ અંગે ધ્યાન દોરવા બદલ આભાર.
ADVERTISEMENT