રિવરફ્રંટ પર પ્રવેશબંધી, નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવામાં આવ્યો નિર્ણય

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેની સામે તંત્ર પણ સાબદુ બનીને સતત તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ બિપોરજોય વાવાઝોડાને…

Ahmedabad Riverfront close

Ahmedabad Riverfront close

follow google news

અમદાવાદ : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેની સામે તંત્ર પણ સાબદુ બનીને સતત તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ બિપોરજોય વાવાઝોડાને કારણે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે 15 મી જુને સાંજથી રિવરફ્રંટ વોક વે 48 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાને પગલે રિવરફ્રન્ટના નિચાણવાળા વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ છે.

મેયર, પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન કરાયું છે. રિવરફ્રન્ટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં આગમચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે. બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠે આવેલા પ્રવાસના સ્થળોએ ન જવા માટેનું સુચન કરાયું છે. જેમાં સોમનાથ મંદિર દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટદ્વારા અપીલ કરાઇ છે. સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 13 થી 16 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભક્તો ઘરેબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

સોમનાથમાં આવેલા સમુદ્રપથ પ્રોમોનેડ બંધ કરાયો છે. આ ઉપરાંત સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરાયો છે. આ ઉપરાંત સોમનાથ આવેલા યાત્રીઓને પણ ટ્રસ્ટ દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા નવસારીમાં આવેલા ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ડ મેમોરિયલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે.

    follow whatsapp