ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસ માત્ર 17 ધારાસભ્યો જ રહી ગયા છે. તેમ છતા પણ હજી આંતરિક ખેંચતાણ કેટલી ચાલી રહી છે તેનું વધારે એક ઉદાહરણ સામે આવ્યું છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની મળેલી બેઠક અનિર્ણિત રહી હતી. બેઠક પુર્ણ થયા બાદ કોંગ્રેસ ગુજરાતના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આ અંગેનો નિર્ણય હવે દિલ્હી કરશે.
ADVERTISEMENT
સંવૈધાનિક રીતે કોંગ્રેસ વિપક્ષમાં બને તેવી શક્યતા નહીવત્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતાનું પદ સંવૈધાનિક રીતે તો કોંગ્રેસને મળેતેમ નથી. કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. જે નિયમાનુસાર ખુબ જ ઓછા છે. તેવામાં કોંગ્રેસને કદાચ સરકાર ઇચ્છે તો વિપક્ષના નેતાનું પદ આપી શકે છે. એક તરફ ભાજપે સરકારે સરકાર પણ બનાવી દીધા છે. મંત્રીપદના શપથગ્રહણ સમારોહ પણ થઇ ચુક્યો છે. જ્યારે કોંગ્રેસ 17 ધારાસભ્યોમાં વિપક્ષના નેતાની પસંદગી થઇ શકી નથી
કોંગ્રેસમાં 17 ધારાસભ્યો છતા પણ જુથવાદ ચરમસીમા પર
જેથી હંમેશાથી જ ગુજરાત કોંગ્રેસ જે પેટર્નથી ચાલે છે તે પ્રકારે રમતો ગરબો દિલ્હી મોકલી આપ્યો છે. જેથી જે નિર્ણય દિલ્હીથી નક્કી થઇને આવે તે મને ક મને નેતાઓ સ્વિકાર કરી લેશે. હવે વાત દિલ્હી પહોંચી છે ત્યારે દરેક નેતાઓ પોતપોતાના હાઇકમાન્ડનાં ગોડફાધર પાસે પહોંચીને ત્યાં પણ જુથવાદ શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષના નેતા તરીકે અનંત પટેલ અને જિજ્ઞેશ મેવાણીનુ નામ ચર્ચામાં સૌથી વધારે આગળ હતું. જો કે હવે જે કાંઇ પણનિર્ણય આવે તે દિલ્હીથી આવશે.
ADVERTISEMENT