વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. જ્યાં તેઓ પોતાના પ્રવાસ અંતર્ગત વડોદરા પહોંચ્યા હતા. અહી તેઓ ટાટાના પ્લાન્ટના શિલાન્યાસ કરવા ઉપરાંત લોકોને સંબોધિત પણ કરી રહ્યા હતા. જ્યાં તેમણે પોતાનો વિઝન પ્લાન બનાવ્યો હતો.
ADVERTISEMENT
– દિવાળીના આ પર્વે દેશને નવી ભેટ મળી છે, હું નવા વર્ષે પહેલીવાર ગુજરાત આવ્યો છું.
– આજે ભારત સમગ્ર વિશઅવનો મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા તરફ જઇ રહ્યો છું.
– ભારત આજે પોતાના ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. ટેન્ક અને સબમરિન બનાવી રહ્યું છે.
– ભારતમાં બનેલી દવા અને વેક્સિન લાખો લોકોનું જીવન બચાવી રહી છે.
– ભારતમાં જ બનેલા ગેજેટ્સ, કાર, મોબાઇલ વિશ્વના અનેક દેશોમાં છવાયા છે.
– હું એ દિવસે જોઇ રહ્યુ છે. જ્યારે દુનિયાને મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં બનશે અને મેક ઇન ઇન્ડિયા જ લખેલું હશે.
– એર ટ્રાફિક મુદ્દે ભારત ટોપ ત્રણ દેશોમાં હશે.
– આજના આયોજનમાં વિશ્વ માટે પણ એક સંદેશ છે. આજે સમગ્ર વિશ્વના દેશો માટે ગોલ્ડન ઓપરચ્યુનિટી લઇને આવ્યું છે.
ADVERTISEMENT