દર્શન ઠક્કર, જામનગર: નવાગામ ઘેડમાં લગ્નની શરણાઈ વાગે તે પહેલા જ મરસીયાએ માતમનો માહોલ છવાયો હતો.નવાગામ ઘેડમાં નરોત્તમભાઇ રાઠોડની પુત્રીના લગ્ન લેવાયા હતા, લગ્નનો માંડવો શુશોભિત હતો, લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં જ લગ્નનો માંડવો માતમમાં ફેરવાયો હતો. પુત્રીના લગ્નના એક દિવસ પહેલા જ પિતા નરોત્તમભાઇ રાઠોડે ઘરની બાજુમાં બની રહેલ મકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી જીવન ટૂંકાવ્યું હતું. પુત્રીના લગ્ન પહેલા પિતાના આપધાતથીપરિવાર સ્તબ્ધ થઇ ગયો છે. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
જામનગરમાં નવાગામઘેડ વિસ્તારમાં એક કરૂણાંતિકા સર્જાઈ હોવાનું આજે સવારે જાહેર થતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અને આ પરિવારમાં સૌ હીબકાં ભરી રહ્યા છે. આ પરિવારની સૌથી મોટી દીકરીનાં હાથ પીળાં થાય એ પહેલાં દીકરીની આંખોમાં લોહી ઉતરી આવ્યું છે.આવતીકાલે ચૌદ તારીખે જે આંગણામાં દીકરીનાં લગ્નનાં ઢોલ ધ્રબૂકવાનાં હતાં ત્યાં, ચોવીસ કલાક અગાઉ રોકકળ શરૂ થઈ ગઈ છે.
ગળાફાસો ખાઈ કર્યો આપઘાત
મૃતક નરોત્તમભાઈની મોટી પુત્રી મિત્તલના લગ્ન સિક્કા ગામે યોજાયા હતા. આવતીકાલે સિક્કાથી જાન આવવાની હતી. નરોતમભાઈના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્ન પ્રસંગને લઈને એકત્ર થયો હતો. અને ઘેર માંડવા પણ બંધાઈ ગયા છે. ગાયત્રીચોક સામે જ્યાં રહે છે ત્યાંથી આઠદસ મકાન દૂર એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બંધાઈ રહેલાં મકાનમાં આજે સવારે કોઈ ન હતું. દરમિયાન આ રાઠોડ પરિવાર નો એક છોકરો ત્યાંથી નીકળ્યો ત્યારે તેને જોવા મળ્યું કે તેમનાં જ પરિવારના નરોત્તમભાઇનું શરીર ગળાફાંસાની સ્થિતિમાં દોરડે લટકી રહ્યું છે. તેણે આ અંગે પરિવારને જાણ કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું.
આ પણ વાંચો: વેરાવળમાં ડોક્ટર ચગની અંતિમ યાત્રા નીકળી, સુસાઈડ નોટ કોણે લખી તે જાણવા પોલીસ લેશે FSLની મદદ
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. નરોત્તમભાઇનાં મૃતદેહનો કબજો લઈ પોલીસે પોસ્ટ મોર્ટમ વગેરે વિધિ હાથ ધરી છે અને આ આત્મહત્યા નું કારણ જાણવા પ્રયાસો શરૂ કર્યા છે. અત્યારે આ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેઓનાં મોતનું કારણ જાણી શકાયું નથી. કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT