ગાંધીનગર: બિપોરજોય વાવાઝોડું હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને લઈ રાહત કમિશ્નરે જણાવ્યું કે, વાવાઝોડુ કચ્છથી 290 કિમી દૂર છે. ત્યારે 15 મી બપોરે 5 વાગ્યા આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્ય માટે આગામી 36 કલાક ખૂબ ભારે ગણવામાં આવે છે. ત્યારે વાવાઝોડાની અસર છેલ્લા 2 દિવસથી રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે. ત્યારે વાવાઝોડાને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડુ કચ્છથી 290 કીમી દુર છે. વાવાઝોડુ 15 મી બપોરે 5 વાગ્યા આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. 100-140 કિમિ પ્રતિ કલાકની ઝડપ રહેવાની શક્યતા છે, વાવાઝોડાને લઈ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કચ્છમા અને દ્રારકામા વધારે વરસાદ છે
NRDF ની ટીમ તૈનાત
સાયક્લોન બિપરજોય અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તોફાન આવતીકાલે સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌ બંદર પર ત્રાટકશે.
રાજ્યમાં હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન સેટ કરાયા
રાજ્યમાં 50 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ સાંજ સુધી બાકીના તમામનુ સ્થળાંતર કરવામાં આવશે. કુલ 55 હજાર લોકો નુ સ્થળાંતર કરવાની હજુ જરુરીયાત છે. વાવાઝોડાને લઈ હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન સેટ કરવામાં આવ્યા છે.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT