અમદાવાદ: માનહાનિ કેસમા રાહુલ ગાંધીને સુરતની સેશન કોર્ટમાંથી મોટો ફટકો લાગ્યો છે. ત્યારે કોર્ટે રાહુલની અરજીને ફગાવી દીધી છે. આ મામલે જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારી દિલ્હીની લીગલ ટીમ અને ગુજરાતની લીગલ ટીમ બંને સાથે મળીને અમારી પાસે જે સામાન્ય વ્યક્તિને જે લોકશાહીમાં ન્યાય મેળવવાના અધિકારો છે . તે જ અધિકારોનો ઉપયોગ કરી અમારે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવા માટેની જે કોઈ વ્યવસ્થાઓ હોય તેમાં જવાની તૈયારી કરીશું.
ADVERTISEMENT
જાણો શું કહ્યું જગદીશ ઠાકોરે
રાહુલ ગાંધી સજા પર સ્ટેની અરજી સુરત કોર્ટે ફગાવી દીધી છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રાહુલજી નો કેસ જે સુરત કોર્ટમાં ચાલતો હતો. તેનું આજે જજમેન્ટ આવ્યું છે. રાહુલજીની સજા સામે અમે મનાઈ હુકમની માંગણી કરી હતી. અને મનાઈ હુકમ નથી મળ્યો ત્યારે અમારી દિલ્હીની લીગલ ટીમ અને ગુજરાતની લીગલ ટીમ બંને સાથે મળીને અમારી પાસે જે સામાન્ય વ્યક્તિને જે લોકશાહીમાં ન્યાય મેળવવાના અધિકારો છે . તે જ અધિકારોનો ઉપયોગ કરી અમારે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવા માટેની જે કોઈ વ્યવસ્થાઓ હોય તેમાં જવાની તૈયારી કરીશું. સંપૂર્ણસહ અમને ન્યાયપાલિકા પર ભરોસો છે.
શું કહ્યું હતું કોર્ટે
અપરાધની ગંભીરતા એટલા માટે વધી રહી છે કે, ભાષણ સાંસદે આપ્યું હતું. જો તેણે સજા ઓછી આપીએ તો જનતામાં ખોટો સંદેશ જાય છે. 2018માં સુપ્રીમ કોર્ટે સલાહ આપી હતી. પરંતુ તેમાં કોઈ ફેરફાર નથી આવ્યો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT