વિધાનસભામાં ભૂંડી રીતે હારેલી કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાં કરી રહી છે ફરી બેઠા થવાની તૈયારી !

રોનક જાની, નવસારીઃ વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારેલી કોંગ્રેસ હવે બેઠી થવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે. 182માંથી માત્ર 17 સીટ મળી એ…

gujarattak
follow google news

રોનક જાની, નવસારીઃ વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હારેલી કોંગ્રેસ હવે બેઠી થવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે. 182માંથી માત્ર 17 સીટ મળી એ સમયે કોંગ્રેસે તૈયારીઓ ન કરી હવે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સામે લડવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવસારીમાં કોંગ્રેસ સંગઠનની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં કોંગ્રેસને લોકસભા માટે કેમ તૈયાર કરવી તેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની નવી રણનીતિ
વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સાવ નિષ્ક્રિય થઈ ચૂકેલી કોંગ્રેસ ફરી એકવાર બેઠી થવા માટેની તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને હવે ભાજપ સામે કેવી રીતે લડવુ તેની તૈયારીઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને ફરી કાર્યરત કેવી રીતે કરવા, લોકોના પ્રશ્નોને કેવી રીતે ઉજાગર કરવા તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. નવસારીના ચીખલીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ સહિત દક્ષિણ ગુજરાતના અનેક પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા. ખાસ દક્ષિણ ગુજરાત માટે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તમામ આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

કોંગ્રેસ પાછી મેદાનમાં ઉતરશે
આ બેઠકમાં હાજર રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને માજી ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે, વિધાનસભાના પરિણામ બાદ ખાસ દક્ષિણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે આજે ગ્રુપ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો, ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતીની પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યાં હતા. લોકસભાની ચૂંટણીને લઈને પક્ષે ક્યા પ્રકારની રણનીતિથી આગળ વધવુ છે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રુપ મિટિંગનું આયોજન નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર હતા. આવનારા દિવસોમાં ક્યા કાર્યક્રમો સાથે લોકો પાસે જવુ અને લોકોના પ્રાણ પ્રશ્નો શુ છે , તેને કેવી રીતે ઉજાગર કરવા તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં ચોક્કસ રણનીતિ સાથે કોંગ્રેસ ફરી પાછી મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચોઃ પ્રદૂષિત નદીને લઈ કોંગ્રેસ આકરા પાણીએ, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

લોકસભાની તૈયારીઓમાં લાગી કોંગ્રેસ
તો દક્ષિણ ગુજરાત માટે ખાસ બેઠકનું આયોજન નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કર્યું હતુ. તેમનું કહેવુ છે કે, 2022 વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી હતી, ઘણા સમયથી માજી મંત્રી અને ધારાસભ્ય ડો. તુષારભાઈ , ધારાસભ્ય અનંત પટેલ, માજી ધારાસભ્યો આનંદભાઈ ચૌધરી, પૂનાજી ગામીત, સુનિલ ગામીત સહિત તમામ આગેવાનો સાથે દક્ષિણ ગુજરાતના સંગઠનની મિટિંગ યોજાઈ હતી. આવનાર સમયમાં ભાજપ સામે કેવી રીતે લડવુ અને કાર્યકરોને ફરી કેવી રીતે કાર્યરત કરવા તે અંગે મિટિંગમાં ચર્ચા કરાઈ હતી. આગામી સમયમાં સંગઠન અને પ્રદેશ સમિતી સાથે ચર્ચાઓ કરી આગળ વધાશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp