અમદાવાદ : શહેર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરીનું દુષણ ખુબ જ વકરી ચુક્યું છે. વ્યાજખોરો જરૂરિયાતમંદ માણસને તેની જરૂરિયાતના સમયે પૈસા ધીર્યા બાદ વ્યાજના નામે આજીવન શોષણ કરતા હોય છે. વ્યાજ વસૂલતા હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલી રહી હતી. વ્યાજખોરોના આતંકને ડામવા અમદાવાદ પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાશે.
ADVERTISEMENT
ઝોનના DCP પોતે જ નોડલ ઓફીસર તરીકે કામગીરી કરશે
જેને પગલે તમામ ઝોનના DCPને નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેથી લોકો હવે સીધા નોડલ ઓફિસરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાયેલા નાગરિકો જરૂરી દસ્તાવેજો સાથે DCPને મળી સીધા જ ફરિયાદ કરી શકશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે.
5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ
આવતીકાલે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરૂદ્ધ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન સામન્ય પબ્લિક હવે સીધા આ નોડલ ઓફિસરને મળી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો હોવાથી સરકાર સક્રિય થઇ છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને કડક કાર્યવાહી માટે આપ્યા છે આદેશ
ગત ડીસેમ્બર મહિનામાં રાજકોટ આવેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરી મામલે નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે, આ પ્રકારના કૃત્ય ચલાવી નહિ લેવામાં આવે. વ્યાજખોરોના ત્રાસ મામલે જે અરજીઓ મળે છે તેના પર ગુજરાત પોલીસ કડક હાથે કામ કરી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનરે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. જેને લોકો પણ આવકારી રહ્યા છે.
ADVERTISEMENT