Dahod: પોલીસની 'મજાક'માં કોઈકનું ઘર લૂંટાયું, ફરિયાદીએ મદદ માટે ફોન કર્યો પણ જવાબ સાંભળી ચોંકી ગયો

Dahod Crime News: સામાન્ય રીતે વ્યક્તિ કોઈપણ મુશ્કેલ સમયે પોલીસ (police)ને મદદ માટે પોકારે છે. કોઈ દુર્ઘટના બની હોય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ (crime) થઈ હોય ત્યારે સૌથી પહેલાં તેની જાણકારી પોલીસને આપવી પડે છે.

Dahod Crime News

Dahod Crime News

follow google news

Dahod Crime News: સામાન્ય રીતે વ્યક્તિ કોઈપણ મુશ્કેલ સમયે પોલીસ (police)ને મદદ માટે પોકારે છે. કોઈ દુર્ઘટના બની હોય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ (crime) થઈ હોય ત્યારે સૌથી પહેલાં તેની જાણકારી પોલીસને આપવી પડે છે. પોલીસ નિયમો પ્રમાણે તે ગુનેગારને સજા આપે છે. તેથી જ લોકો મદદ માટે સૌથી પહેલા પોલીસ પાસે જાય છે. પરંતુ જ્યારે ઈમરજન્સીની સ્થિતિમાં આ પોલીસ મદદ કરવાને બદલે આડાઅવળા જવાબો આપવા લાગે તો મદદ માટે કોની પાસે જવું? જી હાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીમાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. લીમડીમાં એક મકાનમાં રાતે તસ્કરો ત્રાટકતા રૂમમાં બંધ મકાનમાલિક મદદ માટે પોલીસને ફોન કરે છે. પરંતુ પોલીસકર્મી મદદ કરવાને બદલે પહેલા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવો પછી જ કાર્યવાહી થશે તેવું જણાવે છે  આ મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

તસ્કરો ત્રાટકતા મદદ માટે પોલીસને કર્યો ફોન

આ અંગે વિગતવાર વાત કરીએ તો લીમડીના ઝાલોદ રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં અંદાજીત 6થી 7 તસ્કરો ત્રાટક્યા હતા. તો મકાનમાં રહેલા લોકોને રૂમમાં પૂરી દીધા હતા. જેથી મકાનમાલિક પ્રવિણ કલાલે લીમડી પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન નંબર પર મદદ માટે ફોન કર્યો હતો. આ દરમિયાન ફરજ પર હાજર અજિત ડામોર નામના પોલીસકર્મીએ ફોન ઉપાડ્યો હતો. જે બાદ મકાનમાલિક  પ્રવિણ કલાલે તેમના ઘરમાં ચોરો ઘુસી ગયા છે અને તેમને રૂમમાં પૂરી દીધા છે તેવું પોલીસને જણાવ્યું હતું. 

પોલીસે ફોન પર કર્યો ટાઈમપાસ 

જોકે, પોલીસકર્મીએ તાત્કાલિક સ્થળપર પહોંચવાને બદલે તમને આ નંબર કોને આપ્યો. પહેલા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવો પછી જ કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું. તો મકાનમાલિકે એવું કહ્યું હતું કે ચોર મારા ઘરમાં ઘુસ્યા છે અને મને રૂમમાં બંધ કરી દીધો છે, છતાં તમે એવું કહો છો કો પહેલા ફરિયાદ નોંધાવો. આમ મદદ માટે મકાન માલિકે ફોન કરતા પોલીસકર્મી પ્રવિણ કલાલે ટાઈમ પાસ જ કર્યો હતો. અહીં સવાલો એ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ મદદ માટે ફોન કરે છે અને સામે પોલીસ ટાઈમપાસ કરે છે આ કેટલું યોગ્ય છે? જો કાયદાના રક્ષક જ આવું કૃત્ય કરે તો કોની પાસેથી અપેક્ષા રાખવી? પોલીસ જ આવા જવાબ આપે તો મદદ માટે સામાન્ય લોકો કોની પાસે જાય? 

કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

આ સમગ્ર મામલે જ્યારે DYSP ડી.આર પટેલ સાથે સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ અજિત પાવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચોરીમાં આશરે 25000 જેટલો મુદામાલ ગયો છે. ચોરોને ઝડપી પાડવાની કામગીરી પણ ચાલી રહી  છે. 

ઈનપુટઃ ધ્રુવ ગોસ્વામી, દાહોદ

    follow whatsapp