મહેસાણા : કડીના કરણનગર ખાતે રહેતા જયેશભાઇ સલાટ ઇરાણા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જયેશના મિત્ર ગોલુ પ્રજાપતિ બંન્ને જણા વિડજ ગામ તરફથી બાઇક લઇને કડી તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક નાની ગાડી પાસે આવેલી ગુલાબ ફેક્ટરી તરફથી આવી રહેલા એન્ગલ ભરેલી ટ્રકમાં બાઇક આગળના ભાગે ઘુસી ગઇ હતી. જેના કારણે બંન્ને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તત્કાલ બંન્નેને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT
હાલ તો ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. કડી તાલુકાના નાની કડી પાસેની ગુલાબ ફેક્ટરીમાં ટ્રક અને બાઇકનો અકસ્માત થયો હતો. જયેશના બે અને બનેવી બંન્ને જયેશના ઘરે રક્ષાબંધનનો તહેવાર હોવાથી રાખડી બાંધવા માટે આવ્યા હતા. જો કે ઘરે પહોંચીને તેમણે જીતુને પહોંચીને ફોન કર્યો ત્યારે જીતુએ કહ્યું કે હતું કે નોકરી પર છું અને થોડી વારમાં જ આવું છું તેમ કહ્યું હતું. જેથી બેન ઘરે રાખડી બાંધવા માટે રાહ જોઇ રહી હતી.
જો કે થોડા સમયમાં જમાઇના ફોન પર ફોન આવ્યો હતો કે, આ તમારા પરિવારના વ્યક્તિનો અકસ્માત થયો હતો. જેથી બેન અને બનેવી સહિત પરિવાર પણ અકસ્માત સ્થળે દોડી ગયો હતો. જ્યારે તેમને કરૂણાંતિકાની ખબર પડી ત્યારે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. બહેને તો રક્ષાબંધનના દિવસે જ પોતાનો ભાઇ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલ તો પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ફરિયાદ લઇને તપાસ આદરી છે.
ADVERTISEMENT