બુટલેગરે હુ રાજસ્થાનનો રાક્ષસ છું પોલીસને કાચી ખાઇ જઇશ કહીન તુટી પડ્યો

ગાંધીનગર : જિલ્લાના ચંદ્રાલા ગામની સીમ હિંમતનગર હાઇવે રોડ નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક બુટલેગરે નાકાબંધી તોડીને પોલીસ જવાન…

gujarattak
follow google news

ગાંધીનગર : જિલ્લાના ચંદ્રાલા ગામની સીમ હિંમતનગર હાઇવે રોડ નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક બુટલેગરે નાકાબંધી તોડીને પોલીસ જવાન પર બાઇક ચડાવ્યું હતું. અહીં તેમણે જણાવ્યું કે, હું રાજસ્થાનનો રાક્ષસ છું તમને પોલીસવાળાઓને તો ખાઇ જઇશ. એક પોલીસ જવાનની તો આંગળી જ ચાવી ગયો હતો. ત્યાર બાદ પોલીસ જવાનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

ઘટના બાદ ચિલોડા પોલીસે બુટલેગરને ઝડપી લીધો
જો કે હુમલામાં અનેય બે હોમગાર્ડને ઇજાઓ થઇ છે. આ ઘટના બાદ ચિલોડા પોલીસ બુટલેગરને ઝડપી લીધો છે. આ હુમલામાં બે હોમગાર્ડ જોવાનોને ઇજા પહોંચી છે. હાલ તો રાક્ષસને માણસ બનાવવાની કાર્યવાહી પોલીસે આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધનીગરના ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ગઇકાલે રાત્રે ચીલોડા પોલી મથકના હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર બાબુલાલ, હોમગાર ડવાન દશરથ પટેલ, ઇમરાનમિયા ઝાલૌરી, જીનેદ્ર રામસિગભાઇ તથા ઇકબાલશાહ મલેક વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન હિંમતનગર તરફથી એક મોટરસાયકલ ચાલકે શંકાસ્પદ રીતે પોતાના ખભે થેલો ભરાવીને જઇ રહ્યો હતો.

હોમગાર્ડના જવાને જીવના જોખમે બુટલેગરને ઝડપી લીધો
હોમગાર્ડ જવાને બેરીકેડિંગ સામે ઉભા રહીને તેને રોકાઇ જવા માટે ઇશારો કર્યો હતો. જો કે તેણે બાઇક ઉભુ રાખવાના બદલે હોમગાર્ડ જવાન પર બાઇક ચડાવી દીધું હતું. હોમગાર્ડ જવાન દશરથભાઇ અને ઇમરાન મિયા રોડ પર પડી ગયા હતા. બાઇક ચાલક પણ ત્યાંથી દોડી ગયો હતો. બુટલેગરને પણ માથે ઇજા પહોંચી હતી. ઉઠીને તેણે મે રાજસ્થાન કા રાક્ષસ હું, તુમ પુલીસ વાલો કો ખા જાઉગા તેવી બુમો પાડવા લાગ્યો હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલનો જમણો હાથ કરડી ખાધો હતો.

    follow whatsapp